હળવદ ધારાસભ્યની ધરપકડને પગલે કોંગ્રેસે રાજ્યના ગૃહમંત્રી વિરુદ્ધ લાંચ મામલે કરી લેખિત ફરિયાદ

- text


કોર્ટની મેટર પતાવવા માટે ગૃહમંત્રીએ રૂ. ૮૦ લાખની માંગણી કરી હોવાની રાવ : મોરબી એસપીને ઓડિયો ક્લિપના પુરાવા સાથે રજુઆત કરતા ધારાસભ્ય કગથરા : પોલીસે પેનડ્રાઈવ

મોરબી : હળવદના ધારાસભ્યની ઓડિયો ક્લિપના આધારે ધરપકડ બાદ રાજ્યના ગૃહમંત્રીએ એક અરજદારની કોર્ટ મેટર પતાવવા માટે રૂ. ૮૦ લાખની લાંચ માંગી હોવાના આક્ષેપ સાથે ટંકારા ધારાસભ્ય કગથરાએ મોરબી એસપીને લેખિત રજુઆત કરી હતી. ધારાસભ્યએ આ રજુઆત સાથે પેનડ્રાઇવમાં અરજદાર અને ધારાસભ્ય વચ્ચે થયેલ ફોન પર વાતચીતની ઓડિયો ક્લિપનો પુરાવો પણ મોકલ્યો હતો.

- text

ટંકારા- પડધરી વિસ્તારના ધારાસભ્ય કગથરાએ મોરબી એસપીને કરેલી રજુઆતમાં જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાનું સરકારી કામોમાં આડખલીરૂપ બનવાનું કાર્ય હવે માત્ર સરકારી કચેરીઓ પૂરતું સીમિત ન રહેતા તેઓ ન્યાયતંત્ર સુધી પહોંચી ગયા છે. આ રજુઆત સાથે એક ઓડિયો કલીપ જોડેલ છે. જેમાં ધારાસભ્ય એક અરજદાર જેરામભાઈ વાસદણીયા સાથે ફોનમાં વાત કરે છે.

વધુમાં જણાવ્યું કે આ અરજદારની એક મેટર ગુજરાત હાઇકોર્ટમાં ન્યાયિક નિર્ણય માટે પેન્ડિંગ છે. જે સંદર્ભે ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા ફોન પર અરજદારને કહે છે કે ૮૦-૯૦ લાખમાં કઈ ન થાય. આ સાથે અરજદારને રૂબરૂ પણ બોલાવવામાં આવ્યા છે. આમ ગૃહમંત્રી દ્વારા આચરવામાં આવેલા ભ્રષ્ટાચાર સબબ તેઓ સામે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી.જો કે પોલીસે હાલતુર્ત ધારાસભ્યની અરજી સ્વીકારી પેનડ્રાઇવ જરૂર પડ્યે સ્વીકારશે તેમ જણાવ્યું હતું.

- text