મોરબીમાં લાયન્સ ક્લબ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો

- text


સર્વરોગ નિદાન કેમ્પનો ૩૦૦થી વધુ દર્દીઓ એ લાભ લીધો

મોરબી : મોરબી સીટી લાઇન્સ ક્લબ દ્વારા શક્તિ મેડીકલ ગ્રુપના સૌજન્યથી સામાકાંઠા વિસ્તારમાં સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો હતો.જેમાં ૩૦૦થી વધુ દર્દીઓનું નિદાન કરાયું હતું.આ તકે દર્દીઓ ને વિનામૂલ્યે દવા પણ આપવામા આવી હતી.

મોરબી સીટી લાઇન્સ ક્લબ દ્વારા શક્તિ મેડિકલ ગ્રુપ પરિવારના પિતા સ્વ.મહિપતસિંહ દાદુભા ઝાલાની પુણ્ય સ્મૃતિ રૂપે શક્તિ મેડિકલ ગ્રુપના આર્થિક સહયોગથી સામાકાંઠા વિસ્તારમાં આવેલ રામકૃષણ નગરની પ્રાથમિક શાળામાં સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવાંમાં આવ્યું હતું. આ કેમ્પ માં જુદા જુદા નિષણાંત તબીબો દ્વારા આશરે ૩૦૦થી વધુ જુદા જુદા રોગના દર્દીઓનું નિદાન કરવામાં આવ્યું હતું. તેમજ સ્થળ પર દર્દીઓને વિનામૂલ્યે દવાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

મોરબી સીટી લાઇન્સ ક્લબ દ્વારા વિવિધ સેવા પ્રવુતિ કરવામાં આવે છે.જેના ભાગરૂપે દર બે મહિને મેડિકલ કેમ્પ કરીને દર્દીઓની સેવા કરવામાં આવે છે જેમાં શક્તિ મેડિકલ ગ્રુપના આર્થિક સૌજન્યથી આ સર્વંરોગ નિદાન કેમ્પ યોજાયો હતો.

- text

- text