ઘોડાગાડી : મોરબીમાં ડેમુ ટ્રેન અને ઘોડા વચ્ચે રેસ !!

- text


પાડા પુલ નજીક રેલવે ટ્રેક ઉપર અચાનક ઘોડો ચડી આવતા ડેમુ ટ્રેન થંભાવી દેવી પડી

મોરબી : મોરબી શહેરમાં રોજે રોજ કઈક નવીન ઘટના બનતી હોય છે તેવા પાડા પુલ નજીક અચાનક તાજો – માજો ઘોડો રેલવે ટ્રેક ઉપર ચડી આવ્યો હતો અને બરાબર આજ સમયે ડેમુ ટ્રેન પસાર થતા આગળ ઘોડો અને પાછળ પાવો વગાડતી ડેમુ ટ્રેનનો નજારો જોઈ લોકો થંભી ગયા હતા, જો કે ડ્રાઇવરની સમય સુચકતા ઘોડો બચી ગયો હતો.

મોરબીના પાડા પુલ નજીક ફિલ્મી દ્રશ્યોની જેમ તેજીના તોખાર જેવો ઘોડો આગળ દોડતો હોય અને પાછળ પાવો વગાડતી ટ્રેન આવતી હોય તેવો વિડીયો મોરબીમાં ખૂબ જ વાયરલ બન્યો છે, બે દિવસ પૂર્વે અચાનક જ ઘોડો રેલવે ટ્રેક પર આવી જઈ ડેમુ ટ્રેનની સાથે સાથે દોડવાનું શરૂ કર્યું હતું.

- text

બીજી તરફ ડેમુ ટ્રેનના ડ્રાઇવર દ્વારા ઘોડાની જિંદગી બચાવવા હોર્ન મારવાનું શરૂ કરી ટ્રેનની ગતિ ધીમી પાડી દેવામાં આવી હતી પરંતુ આ તો તેજી નો તોખાર…. ટ્રેનનું હોર્ન વાગતા જ ઘોડો વધુ ઝડપથી દોડવાનું શરૂ કર્યું હતું, જો કે, પાડાપૂલ પાસે આવતા જ લોખંડનો બ્રિજ શરૂ થતાં ઘોડો થંભી ગયો હતો અને ટ્રેન પણ અટકી ગઈ હતી, બાદમાં ઘોડાને મહામહેનતે ટ્રેક પરથી સહી સલામત બહાર કાઢવામાં આવ્યો હતો.

આમ, મોરબીમાં પાડાપૂલ નજીક ઘોડો અને ડેમુ ટ્રેન વચ્ચે લાગેલી રેસથી લોકોમાં ભારે આશ્ચર્ય સર્જાયું હતું અને વાઇરલ થયેલ વિડીયો પણ લોકોમાં કુતુહલ જગાવી રહ્યો છે.

- text