હળવદના વેગડવાવ ગામના યુવાને નર્મદા કેનાલમાં ઝંપલાવ્યું હોવાની આશંકા

- text


દિઘડીયા નજીક કેનાલ પાસે શંકાસ્પદ મોટર સાયકલ મળી આવ્યાના સમાચાર વાયુવેગે ફેલાતા ગામ લોકો દોડી આવ્યા : તરવૈયા તેમજ પોલીસની ટીમ દ્વારા જુદીજુદી રાહે તપાસ શરૂ

હળવદ : હળવદ તાલુકાના દિઘડીયા પાસે આવેલ ધ્રાંગધ્રા બ્રાન્ચની નર્મદા કેનાલમાં વેગડવાવ ગામના યુવાને કોઈ અગમ્ય કારણોસર ઝંપલાવતા શંકાના આધારે શોધખોળ હાથ ધરાઈ છે. આ બનાવ અંગે નર્મદા કેનાલ પર ફાયર બ્રિગેડ, નર્મદા નિગમના અધિકારીઓ સહિત પોલીસ ઘટના સ્થળે દોડી ગયા હતા.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના વેગડવાવ ગામના મુળજી તળસીભાઈ રાઠોડ (ઉ.વ.ર૮) મોટર સાયકલ સાથે ગઈકાલની સાંજથી લાપતા થયો હતો. જાકે તાલુકાના દિઘડીયા ગામ પાસે આવેલ ધ્રાંગધ્રા બ્રાન્ચની નર્મદા કેનાલ નજીક યુવાનની મોટર સાયકલ સાથે મોબાઈલ મળી આવતા પરિવારજનો દોડી ગયા હતા અને પરિવારજનોએ તુરંત ફાયર વિભાગને જાણ કરાતા ફાયરની ટીમ સહિત નર્મદા નિગમના અધિકારીઓ અને પોલીસ ઘટના સ્થળે પહોંચી શંકાના આધારે જુદીજુદી દિશામાં શોધખોળ આદરી હતી. દિઘડીયા ગામની કેનાલમાં યુવાને ઝંપલાવ્યું હોવાના સમાચાર વાયુવેગે પ્રસરતા લોકોના ટોળા એકઠા થયા હતા.

- text

વધુમાં જાણવા મળ્યા મુજબ વેગડવાવના ર૮ વર્ષિય યુવાનના ૭ માસ અગાઉ લગ્ન થયા હતા. જાકે ગઈકાલ સાંજથી યુવાન લાપતા બન્યા બાદ પરિવારજનોએ જુદીજુદી દિશામાં શોધખોળ આદરી હતી. જાકે તાલુકાના દિઘડીયા ગામ નજીક કેનાલ પાસે યુવાનનું મોટર સાયકલ અને મોબાઈલ મળી આવતા શંકાના આધારે નર્મદા કેનાલમાં તરવૈયાઓની ટીમ દ્વારા શોધખોળ હાથ ધરાઈ છે. આ બનાવના પગલે પરિવારજનોમાં ગમગીની છવાઈ છે.

- text