પેટ્રોલ પૂરાવતા ચેતજા !! હળવદના ગોકુલેશ પેટ્રોલ પંપમાં રૂ.૧૦૦નું પેટ્રોલ નખાવો તો આપે પ૦નું !!

- text


ન…હોય…. ! હળવદમાં પેટ્રોલનો ભાવ ૧૦૦ રૂપિયે અડધો લીટર : પેટ્રોલપંપ સંચાલકોની છેતરપીંડી કરી ઉઘાડી લુંટ

હળવદ – માળિયા હાઈવે પર મોટર સાયકલ ચાલકને થયેલો કડવો અનુભવ : ભોપાળું છતું થતા પેટ્રોલ પંપ સંચાલકે ટાંકી ફુલ કરવાની ઓફર આપી

હળવદ : આજકાલ પેટ્રોલના ભાવ આસમાને પહોંચ્યા છે અને લોકોને ૮૦ રૂપિયા પ્રતિ લીટરના ભાવે પેટ્રોલ મળી રહ્યું છે. ત્યારે હળવદના પેટ્રોલ પંપ સંચાલકો ઉઘાડી લુંટ કરવા મેદાને આવ્યા છે અને ગ્રાહકોને એક લીટર પેટ્રોલના પૈસા લઈ અડધો લીટર જ પેટ્રોલ આપી રહ્યા છે. જાકે હળવદ – માળિયા હાઈવે પર ગોકુલેશ પેટ્રોલ પંપમાં આવી જ છેતરપીંડીનો કિસ્સો સામે આવતા પેટ્રોલ પંપ સંચાલક બેન્ડ વળી ગયો હતો અને ગ્રાહકને કાકલુદી કરી આ છેતરપીંડીનો કિસ્સો જાહેર ન કરવા વિનંતી કરી બદલામાં પેટ્રોલની ટેન્ક ફુલ કરવાની ઓફર ધરી હતી.

આ ચોંકાવનારી ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ ગઈકાલે હળવદના માળિયા હાઈવે પર આવેલા ગોકુલેશ પેટ્રોલ પંપ પર ભોગ બનનાર જયદિપભાઈના મોટર સાયકલમાં પેટ્રોલ ખુટી જતા રૂપિયા ૧૦૦નું પેટ્રોલ નખાવ્યું હતું. પરંતુ શંકા જતા બાઈક ચાલકે પેટ્રોલ ટેન્કમાંથી પેટ્રોલ બહાર કઢાવતા રૂપિયા ૧૦૦માં અડધો લીટર કરતા પણ ઓછું આવતા ભોપાળુ છતું થયું હતું.

- text

આ મામલે પેટ્રોલ પંપ માલિકને જાણ કરતા દોડધામ મચી ગઈ હતી.
દરમિયાન સમગ્ર ઘટના અંગે આજે જાગૃત નાગરીકોને જાણ થતા પેટ્રોલ પમ્પ સંચાલકને પેટ્રોલ પમ્પમાં ચાલતી છેતરપીંડી અંગે ફરિયાદ કરી હતી. જાકે છેતરપીંડી મામલે કટઘરામાં આવી ગયેલા પેટ્રોલ માલિકે મામલો થાળે પાડવા કાકલુદી કરી ભોગ બનનાર બાઈક ચાલકને પેટ્રોલની ટાંકી ફુલ કરી દેવા ઉપરાંત રાજી કરી દેવા ઓફર પણ કરી હતી.

આ સંજાગોમાં સવાલ એ ઉઠે છે કે, હળવદ જ નહીં પરંતુ મોરબી જિલ્લામાં પેટ્રોલ પંપ સંચાલકો ગ્રાહકો વધતા – ઓછા પ્રમાણમાં ઓછું પેટ્રોલ કે ડીઝલ આપી લુંટ ચલાવી રહ્યા છે અને નીંભર પુરવઠા તંત્ર અને તોલમાપ વિભાગ હપ્તામાં રચ્યા – પચ્યા રહી પેટ્રોલ પંપ સંચાલકોને ગ્રાહકોને લુંટવા માટેનો પીળો પરવાનો આપી દઈ પોતાના ઘર ભરી રહ્યા છે.

- text