મોરબીમાં ઉમિયા નવરાત્રી મહોત્સવમાં ચીનના મહેમાનો ગરબે ઘૂમ્યા

- text


નવરાત્રીના પ્રથમ નોરતે નવરાત્રી મહોત્સવને મન ભરીને માણતા વિદેશી મહેમાનો

મોરબી : વિશ્વના સૌથી લાંબા ચાલતા નવરાત્રી મહોત્સવનું હવે વિદેશી મહેમાનોને પણ ઘેલું લાગ્યું છે ત્યારે ગઈકાલે નવલા નોરતાના પ્રારંભે મોરબીના જુના અને જાણીતા ઉમિયા નવરાત્રી મહોત્સવમાં ચીનના મહેમાનો મન ભરીને ગરબે ઘૂમી નવરાત્રી મહોત્સવને માંણ્યો હતો.

- text

સિરામિક હબ મોરબી અને ચીન વચ્ચે અતૂટ નાતો છે અને ચીનના લોકો અવાર નવાર મોરબીની મુલાકાતે આવતા હોય છે જેમા ગઈકાલે નાગમતી ઈમ્પૅક્સ કંપનીના મહેમાન બનેલા ચીની નાગરિકો મોરબીના ઉમિયા નવરાત્રિ મહોત્સવમાં મહેમાન બન્યા હતા અને લોન્ગેસ્ટ ડાન્સિંગ ફેસ્ટિવલ તરીકે જગપ્રસિદ્ધ નવરાત્રી મહોત્સવના સાક્ષી બની થિરકવાનું પસંદ કર્યું હતું.

ઉમિયા નવરાત્રી મહોત્સવના સાક્ષી બનેલા ચીનના મહેમાનો ભારતીય સંસ્કૃતી નિહાળી અભિભૂત બન્યા હતા અને યુવકો યુવતીઓને તાળીઓના તાલે ગરબે ઘુમતા નિહાળી પોતે પણ ગરબા રમવનો આનંદ માણ્યો હતો.

- text