મોરબીમાં આવાસ યોજનાનો કબજો સોંપવામાં ઢીલ : ચીફ ઓફિસરને રજુઆત

- text


ડ્રો થયાને ૮ મહિના વીત્યા છતાં આવાસોનો કબજો સોંપવામાં વિલંબ

મોરબી : મોરબી પાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બનાવવામાં આવેલા આવાસોનો ડ્રો ૮ મહિના પૂર્વે કરી નાખવામાં આવ્યો હતો. પરંતુ આ આવાસોનો વિધિવત રીતે હજુ કબજો લાભાર્થીઓને સોંપવામાં આવ્યો નથી. ત્યારે આ મામલે એક સામાજિક કાર્યકરે ચીફ ઓફિસરને રજુઆત કરી છે.

મોરબીના સામાજિક કાર્યકર રાજુભાઇ દવેએ ચીફ ઓફિસરને રજુઆત કરી હતી કે મોરબી નજીક બાયપાસ પાસે કામધેનુ પાર્ટી પ્લોટ નજીક પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આવાસો બનાવવામાં આવ્યા છે. જેમાંથી અંદાજીત ૪૦૦ જેટલા આવાસો તૈયાર થઈ જતા તેનો ડ્રો પદાધિકારી અને અધિકારીઓની હાજરીમાં કરવામાં આવ્યો હતો.

- text

આ આવાસોનો ડ્રો કરીને લાભાર્થીઓના નામ પણ જાહેર કરવામાં આવ્યા હતા. આ ડ્રો કર્યાને આશરે ૮ માસ જેટલો સમય વીત્યો હોવા છતાં હજુ સુધી પાલિકા દ્વારા લાભાર્થીઓને આવાસોનો વિધિવત કબજો સોંપવામાં આવ્યો નથી. જો કે લાભાર્થી પ્રધાનમંત્રીની આવાસ યોજનાના નિયમ મુજબ નાણા ચૂકવવા તૈયાર છે. પરંતુ આવાસો સોંપવા માટે પાલિકા તંત્ર દ્વારા હજુ સુધી કોઈ હિલચાલ કરાતી નથી.

વધુમાં તેઓએ કહ્યું કે તંત્ર દ્વારા લાભાર્થીઓને તૈયાર થયેલા આવાસો સોંપવામાં કેમ હજુ સુધી ઢીલ રાખવામાં આવી છે. તે મોટો પ્રશ્ન છે.પાલિકા દ્વારા આવાસો સોંપવાની કામગીરી ત્વરિત કરવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠી છે.

- text