મોરબી વિભાગ સેવા સહકારી મંડળી અને માર્કેટયાર્ડ એજન્ટોની મંડળીની સાધારણ સભા સંપન્ન

- text


કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાનું અદકેરું સન્માન : અકસ્માતમાં મૃત્યુ પામેલ ૬ ખાતેદારોના વારસદારોને સહાયના ચેક અર્પણ કરાયા

મોરબી : મોરબી વિભાગ સેવા સહકારી મંડળી લી. અને માર્કેટ યાર્ડ કમિશન એજન્ટોની શરાફી મંડળી લી.ની આજે વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી. આ તકે કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડિયાનો સન્માન સમારોહ પણ યોજવામાં આવ્યો હતો.

સભામાં સ્વાગત પ્રવચન સહકારી મંડળીના પ્રમુખ અમરશીભાઈ દેત્રોજાએ આપ્યું હતું. બાદમાં કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા,નાફેડના ચેરમેન વાઘજીભાઈ બોડા, મગનલાલ વડાવીયા, એ.આર.વિડજાના હસ્તે દીપપ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. બાદમાં જયેશભાઇ રાદડિયા અને વાઘજીભાઈ બોડા સહિતના અગ્રણીઓનું સન્માન કરવામા આવ્યું હતું.

મોરબી વિભાગ સેવા સહકારી મંડળી લી.ના મંત્રી કાનજીભાઈ ભાગીયાએ સાધારણ સભાનો અહેવાલ આપતી વખતે મંડળીએ રૂ. ૪૦.૧૫ લાખનો નફો કર્યો હોવાનું જાહેર કર્યું હતું. જ્યારે માર્કેટ યાર્ડ કમિશન એજન્ટોની શરાફી મંડળી લી.ના ચેરમેન મગન વડાવીયા એ અહેવાલ આપતી વેળાએ મંડળીએ રૂ. ૪૮ લાખનો નફો કર્યો હોવાનું જાહેર કર્યું હતું.

- text

આ તકે રાજકોટ ડિસ્ટ્રીકટ કો.ઓપ. બેંક લી. દ્વારા અકસ્માતથી મૃત્યુ પામેલા ૬ ખેડૂત ખાતેદારોના વારસદારોને મહાનુભાવોના હસ્તે સહાયના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા.

રાજકોટ ડિસ્ટ્રીકટ કો.ઓપ. બેંક લી.ના ડાયરેકટર એ.આર.વિડજાએ જણાવ્યું કે રાજકોટ જિલ્લા સહકારી બેંકમાં મોરબીનો નફો ઘણો વધારે છે. જયેશ રાદડિયાએ જણાવ્યું કે સમગ્ર ભારતમાં રાજકોટ જિલ્લા સહકારી બેંક નમૂનેદાર બની છે. રાજ્યમાં ૧૮ અને ભારતમાં ૩૫૦ જેટલી બેંક કાર્યરત છે. આ બેંક રાજકોટ મોરબીમાં ૨.૨૫ લાખ સભાસદો ધરાવે છે. બેંકની થાપણ ૪૫૦૦ કરોડને આંબી છે. સહકારી માળખામાં ક્યારેય રાજકારણ નહિ આવવા દઈએ. સરકારી પ્રવૃત્તિને ક્યારેય ડાઘ ન લાગે તે માટે પૂરતા પ્રયાસો કરાશે.

આ સભામાં નાફેડના ચેરમેન વાઘજીભાઈ બોડાએ જણાવ્યું કે સહકારી પ્રવૃત્તિને ટકાવી રાખવીએ આપણી સૌની જવાબદારી છે. મોરબી જિલ્લામાં પાણીપત્રકનું લખાણ નથી. ત્યારે જયેશભાઈને વિનંતી કરું છું કે તેઓ કેબિનેટમાં આ મુદ્દો રજૂ કરીને આગળની કાર્યવાહી કરાવે. આ મુદ્દે તલાટી થી માંડી કલેક્ટર અને મંત્રી સુધીનાને રજુઆત કરાઈ છે. પરંતુ બધા એક બીજાને ખો આપે છે.

- text