મોરબી પાલિકાની ૩ વોર્ડની ૬ બેઠકોની પેટાચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે સીધો જંગ

- text


ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો અને ડમી મળીને કુલ ૧૯ ફોર્મ ભરાયા : વોર્ડ નં. ૧ની પેટા ચૂંટણીમાં શહેર કોંગ્રેસ પ્રમુખે ઝંપલાવ્યું : એક પણ અપક્ષે ફોર્મના ભર્યું

મોરબી : મોરબી નગરપાલિકાની ૩ વોર્ડની ૬ બેઠકોની પેટા ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ થશે. કારણકે બન્ને પક્ષો દ્વારા જ ફોર્મ ભરવામાં આવ્યા છે. કુલ ૧૯ ફોર્મ ભરાયા છે. જ્યારે વોર્ડ નં. ૧ની પેટા ચૂંટણીમાં ખુદ શહેર કોંગ્રેસ પ્રમુખે ઝંપલાવ્યુ છે.

મોરબી નગરપાલિકાના વોર્ડ નં.૧ની બે સીટ, વોર્ડ નં. ૩ની એક સીટ અને વોર્ડ નં. ૬ની ત્રણ સીટો મળીને કુલ ૬ સીટોની આગામી તા.૨૫ સપ્ટેમ્બરના રોજ પેટા ચૂંટણી યોજાનાર છે. ત્યારે આ પેટાચૂંટણીનો ધમધમાટ પુરજોશમાં ચાલી રહ્યો છે. ૬ બેંકોની પેટાચૂંટણી માટે કુલ ૩૨ ફોર્મ ઉપડ્યા હતા. જેમાં ભાજપ કોંગ્રેસના ઉમેદવારો અને ડમી ઉમેદવારો મળીને કુલ ૧૯ ફોર્મ ભરાયા છે.

જેમાં વોર્ડ નં. ૧માં ભાજપ તરફથી પ્રભુભાઈ અમરશીભાઈ ભૂત, સંગીતાબેન બુચ, વોર્ડ નં.૩માં પ્રવિણાબેન જિતેન્દ્રભાઈ ત્રિવેદી અને વોર્ડ નં. ૬માં સુરભીબેન મનીષભાઈ ભોજાણી , હનીફભાઈ હુસેનભાઈ મોવર અને મીનાબેન અનિલભાઈ હડિયારે દાવેદારી નોંધાવી છે.

- text

જ્યારે કોંગ્રેસ તરફથી વોર્ડ નં. ૧માં શહેર કોંગ્રેસ પ્રમુખ રાજેશભાઇ મનજીભાઈ કાવર, મીનાબેન જીજ્ઞેશભાઈ જાકાસણીયા અને વોર્ડ નં.૩માં કૈલાશબા રાજેન્દ્રસિંહ જાડેજા તથા વોર્ડ નં. ૬માં જયદીપભાઈ મોરારજીભાઈ કંઝારીયા, ગુણવંતીબેન મનસુખભાઇ પરમાર, ભાવનાબેન સારલાએ ઉમેદવારી ફોર્મ ભર્યા હતા. જ્યારે ૭ ડમી ફોર્મ ભરાયા છે. જેમાં કોંગ્રેસના ૨ અને ભાજપ તરફથી પાંચ ડમી ફોર્મ ભરાયા છે. જ્યારે ઉમેદવારી ફોર્મની ચકાસણી તા. ૧૨ના રોજ થશે. ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ ૧૪ છે. અને આગામી 25ના રોજ મતદાન યોજાશે.

- text