મોરબીના ૮ છાત્રોએ ટેકવેન્ડોની રાષ્ટ્રીય કક્ષાની ચેમ્પિયનશિપમાં મેળવ્યો ગોલ્ડ મેડલ

- text


મોરબી : ટેકવેન્ડોની રાષ્ટ્રીય કક્ષાની ચેમ્પિયનશીપ હરિયાણામાં યોજાઈ હતી. જેમાં મોરબીની ન્યુ એરા પબ્લિક સ્કૂલ અને નવજીવન વિદ્યાલયના ૮ વિદ્યાર્થીઓએ ગોલ્ડ મેડલ મેળવીમોરબીનું નામ રોશન કર્યું છે.

ટેકવેન્ડો રમતની રાષ્ટ્રીય કક્ષાની ચેમ્પિયનશીપ હરિયાણાના સાનિપતમાં યોજાઈ હતી. આ સ્પર્ધામાં ૮૦૦ જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો. તેમાં મોરબીની નામાંકિત શાળાઓ ન્યુ એરા પબ્લિક સ્કૂલ અને નવજીવન વિદ્યાલયના ૮ વિદ્યાર્થીઓ સંધ્યા ઝાલરીયા, ધ્રુવીન દેત્રોજા, હેતવી ઓઝા, માલવ રાચ્છ, નિષ્ઠા પુજારા, દિયા મોદી અને સિરી હબ્બુએ ગોલ્ડ મેડલ મેળવ્યો છે. વિજેતા થયેલા આ વિદ્યાર્થીઓના કોચ તરીકે ઝીલાજી ઠાકોરજીએ સેવા આપી હતી.

- text

- text