હળવદના વૈજનાથ મહાદેવ મંદિર ખાતે ભંડારો યોજાયો

- text


હળવદ : હળવદ નગરીમાં ચારેય કોર શિવાલયો આવેલા છે અને સોમનાથની આબેહુબ પ્રતિકૃતિ સમાન વૈજનાથ મહાદેવ મંદિર ખાતે આજરોજ ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સંખ્યામાં ભાવિક ભકતોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો.

સૌરાષ્ટ્રના છોટાકાશી તરીકે વિખ્યાત એવા હળવદ શહેરમાં આવેલ અને ભાવિક ભકતોમાં આસ્થાનું કેન્દ્ર એટલે વૈજનાથ મહાદેવનું મંદિર. આ મંદિર ખાતે દર વર્ષની માફક આ વર્ષે પણ શ્રાવણ માસ નિમિતે શિવલીંગને જુદાજુદા શણગારો કરવામાં આવ્યા હતા. જેમાં વૈજનાથ મહાદેવ મંદિર ખાતે ભાવિક ભકતો વહેલી સવારે બીલી પત્ર સાથે પુજા – અર્ચના કરવામાં આવતી હોય છે ત્યારે વૈજનાથ મહાદેવ મંદિરને શણગારી ભાવિકોમાં ભારે આકર્ષણનું કેન્દ્ર રહેલું હોય છે. ત્યારે આજરોજ શ્રાવણ માસ દરમિયાન ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાવિક ભકતોએ મહાપ્રસાદનું લાભ લીધો હતો. આ તકે પ્રમુખ પિયુષભાઈ દવે, જીગરભાઈ મહેતા, ધર્મેન્દ્રભાઈ દવે, તુષારભાઈ મહેતા વગેરેએ જહેમત ઉઠાવી હતી.

- text

- text