મોરબીનો માઈકલ ટંકારામાં દેશી દારૂ ભરેલી બોલેરો સાથે ઝડપાયો

- text


ટંકારા : મોરબીના કબીર ટેકરી વિસ્તારમાં રહેતો શખ્સ ૫૦૦ લીટર દેશી દારૂ ભરીને જઇ રહ્યો હતો ત્યારે ટંકારા પોલીસે ઝડપી લઈ દોઢ લાખની ગાડી અને ૧૦ હજારના દેશી દારૂ સાથે ઝડપી લીધો હતો.

- text

પ્રાપ્ત વિગતો મુજબ ઇમરાન ઉર્ફે માઇકલ અનવરભાઇ પઠાણ સીપાઇ ઉ.વ. ૩૪ ધંધો. ડ્રાઇવીંગ રહે. મોરબી ૧ કબીર ટેકરી શેરી નં ૨ તા.જી. મોરબી વાળો પોતાના કબ્‍જા ભોગવટાની બોલેરો પીકઅપ વાહનમા ગે.કા પાસપરમીટ કે આધાર વગર દેશી દારૂ જેવુ કૈફી પ્રવાહી ભરેલ પ્લા.ના બાચકા નંગ-૧૦ દેશી દારૂ આશરે લીટર- ૫૦૦ કિ.રૂ. ૧૦,૦૦૦ નો વેચાણ કરવાના ઇરાદે હેરફેર કરતા મળી આવતા પોલીસે કુલ મુદામાલ કી.રુ. ૧,૬૦,૦૦૦ સાથે માઈકલને ઝડપી લઇ ગુન્હો દાખલ કર્યો હતો.

- text