મોરબી જિલ્લા પોલીસ ડાયરી (04-09-18)

- text


1) મોરબીના ત્રાજપર ગામના યુવાનનો ઝેરી દવા પીને આપઘાત

મોરબી : મોરબીના ત્રાજપર ગામના યુવાને અગમ્ય કારણોસર ઝેરી દવા પીને આપઘાત કરો લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે. પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના ત્રાજપર ગામે રહેતા શામજીભાઈ દેવજીભાઈ વરાણીયા ઉ.વ. ૨૬એ અગમ્ય કારણોસર ઝેરી દવા પીધી હતી. બાદમાં તેઓને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ સારવાર કારગત ન નિવડતા તેઓનું મોત નીપજ્યું હતું. બનાવ સંદર્ભે બી ડિવિઝન પોલીસે નોંધ કરી યુવકના આપઘાત પાછળનું કારણ શોધવા માટે તપાસ હાથ ધરી છે.

2) મોરબીના ટીંબડી ગામે યુવાનનું વિજશોકથી મોત
મોરબી : મોરબીના ટીંબડી ગામે યુવાનનું વીજ શોક લાગવાથી મોત નીપજ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબી તાલુકાના ટીંબડી ગામે નવરચના સ્ટોન પાસે રહેતા રણજીતભાઈ કમલેશભાઈ મછારનું વિજશોક લાગતા મોત નીપજ્યું છે. બનાવ સંદર્ભે તાલુકા પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

3) મોરબી : મોરભગતની વાડીમાં રહેતી મહિલાનું ભેદી મોત
મોરબી : મોરબીમાં શકત શનાળા પાસે મોરભગતની વાડીમાં રહેતી મહિલાનું ભેદી રીતે મોત નીપજ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે એ ડિવિઝન પોલીસે નોંધ કરી મહિલાના મોત પાછળનું કારણ શોધવા માટે તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીની મોરભગતની વાડીમાં રહેતા વંદનાબેન ગુણવંતભાઈ પરમાર ઉ.વ.૩૦ રાત્રે ઘરે સુઈ ગયા બાદ સવારે કોઈ કારણસર મૃત મળી આવ્યા હતા. આ મામલે એ ડિવિઝન પોલીસે નોંધ કરીને મહિલાના મોતનુ કારણ શોધવા તપાસ હાથ ધરી છે.

4) મોરબીના જોધપરના સરપંચ સહિત 4 સામે માર માર્યાની ફરીયાદ
મોરબી : મોરબીના જોધપર ગામની એક મહિલા અને તેના પુત્ર પર ગાંમના 4 શખ્સે કારણ વીના ઘરમાં ઘુસી જઇ હુમલો કરી ઇજા પહોંચાડી હોવાની તાલુકા પોલિસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી. બનાવની મળતી વિગત મોરબીના જોધપર ગામમાં રહેતી ભગવતીબેન ભગવાનજીભાઈ રાજપરા નામની મહિલાનાં તેના પતિ ભગવાનજી અને પુત્ર દિપક સાથે તેના વાડામાં બેઠા હતા તે દરમિયાન ગામના મુકેશ મનજી બરાસરા,કાંતિ પ્રભુ બરાસરા, શૈલેષ મનજી બરાસરા,તેમજ દિલીપ નરભેરામ દેસાઈ સહિતના એક કારમાં ધસી આવ્યા હતા અને જોશ વિપુલ ને બહાર કાઢ મારે તેને મારવો છે તેમ કહીં બુમ બરાડા પાડતા ધસી આવ્યા હતા ને થપપડ ઝીકી બીભત્સ ગાળો ભાંડી હતી. અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવ અંગે તાલુકા પોલિસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

- text

5) લજાઈ નજીક દારૂ પીને અકસ્માત સર્જનાર કારચાલક સામે પોલીસ કાર્યવાહી
ટંકારા : ટંકારાના લજાઈ નજીક દારૂ પીને એક કાર ચાલકે પોતાની કારનો અન્ય કાર સાથે અકસ્માત સર્જ્યો હતો. ત્યારે દારૂ પીને ડ્રાઇવીંગ કરતા આ કારચાલક સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. ટંકારા તાલુકાના લજાઈ નજીક અલ્ટો અને અરટીગા કાર ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો. બાદમાં માલુમ પડયુ કે અલ્ટો કારના ચાલક મહિપાલસિંહ અનોપસિંહ ઝાલા રહે. મેઘપર ઝાલા તા. ટંકારા વાળા નશામાં ધૂત થઈને બેફિકરાઈથી ડ્રાઇવીંગ કરતા હતા. આ મામલે ટંકારા પોલીસે અલ્ટો કાર ચાલક સામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

6) હળવદના કડીયાણા ગામે જુગાર રમતા ૪ ઝડપાયા
હળવદ : હળવદના કડીયાણા ગામે સીમમાં જુગાર રમતા ૪ શખ્સોને પોલીસે રોકડ રૂ. ૧૩ હજાર મળી કુલ રૂ. ૪૩ હજારના મુદામાલ સાથે પકડી પાડ્યા હતા.પ્રાપ્ત થતી વિગત મુજબ હળવદ તાલુકાના કડીયાણા ગામે સીમમાં જુગાર રમતા કાંતિ ગોરધન કૈલા, જીવરાજ પ્રેમજી મકાસણા, કાંતિ પ્રભુ મકાસણા અને મનસુખ ભગવાનજી સીણોજિયાને પોલીસે રોકડ રમ ૧૩,૦૫૦ મળી કુલ રમ ૪૩,૦૫૦ના મુદામાલ સાથે પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

7) હળવદના દેવળીયા ગામે જુગાર રમતા ૬ પકડાયા
હળવદ : હળવદના દેવળીયા ગામની સીમમાં જાહેરમાં જુગાર રમતા ૬ શખ્સોને પોલીસે રૂ. ૨૭,૩૦૦ની રોકડ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત થતી વિગત મુજબ હળવદના દેવળીયા ગામની સીમમાં જાહેરમાં જુગાર રમતા પ્રકાશભાઇ રૂગનાથભાઇ ભોરણીયા, જગદિશભાઇ ઉર્ફે રાજુભાઇ રૂગનાથભાઇ ભોરણીયા, હસમુખભાઇ કેશવજીભાઇ ભોરણીયા, હરેશભાઇ ઠાકરશીભાઇ ભોરણીયા, નિલેશભાઇ મગનભાઇ ભોરણીયા અને જીતેન્દ્ર માવજીભાઇ રાજપુતને પોલીસે રોકડ રૂ. ૨૭,૩૦૦ સાથે પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

8) વાંકાનેરના ગારીયા ગામ પાસે દારૂ સાથે એક પકડાયો : અન્ય ૪ શખ્સોના નામ ખુલ્યા
વાંકાનેર : વાંકાનેરના ગારીયા ગામ પાસે દારૂની બોટલ સાથે એક શખ્સ પકડાયો હતો. તેની પૂછપરછ કરતા અન્ય ૪ શખ્સોના નામ પણ ખુલ્યા હતા. આ તમામ સામે પણ પોલીસે ગુનો નોંધી તેની ધરપકડની તજવીજ હાથ ધરી છે. પ્રાપ્ત થતી વિગત મુજબ વાંકાનેર તાલુકાના ગારીયા ગામની સીમમાં દારૂની એક બોટલ સાથે ધવલસિંહ યુવરાજસિંહ વાળા ઝડપાયો હતો. બાદમાં તેની પૂછપરછ કરતા તેને જેની પાસેથી દારૂની ખરીદી કરી હતી તે શખ્સો પાસ ૮ પેટી દારૂ પડ્યો હોવાની માહિતી મળી હતી. જેના આધારે પોલીસે અજય દિનેશ ચાવડા, સંજયભાઇ લખમણભાઇ બાવળીયા, ભરતભાઇ ધીરૂભાઇ સોરાણી, પ્રવિણ કાળુભાઇ ઉર્ફે દેવુભાઇ કોળી સામે ગુનો નોંધી તેની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે.

- text