મોરબી નજીક અસામાજિક તત્વોએ પાઈપલાઈનનો વાલ્વ તોડ્યો : લાખો ગેલન પાણીનો વેડફાટ

- text


અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવા જીડબ્લ્યુઆઈએલના અધિકારીઓની માંગ

મોરબી : માળિયાના વાધરવા ગામ નજીક ફરી અસામાજિક તત્વોએ પાણીની પાઈપલાઈનનો વાલ્વ તોડી નાખ્યો છે. વાલ્વ તૂટતા પાઈપલાઈનમાંથી લાખો ગેલન પાણીનો વેડફાટ થયો છે. ઘટનાને પગલે આ અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવા જીડબ્લ્યુઆઈએલના અધિકારીઓએ માંગ ઉઠાવી છે.

માળિયાના વાધરવા ગામ નજીક આવેલી પાણીની પાઇપલાઇનનો વાલ્વ થોડા દિવસો પૂર્વે અસામાજિક તત્વોએ તોડી નાખ્યો હતો. ત્યારે કર્મચારીઓએ મહામહેનતે આ વાલ્વ રીપેર કર્યો હતો. આ ઘટનાને હજુ થોડા જ દિવસો વીત્યા છે ત્યાં ફરી પાછા અસામાજિક તત્વોએ લખણ ઝળકાવીને બીજી વાર પાઇપલાઇનનો વાલ્વ તોડી નાખ્યો છે.

- text

પાઇપલાઇનનો વાલ્વ તોડી નાખવામાં આવતા લાખો ગેલન પાણીનો વ્યય થઈ રહ્યો છે. હાલ યુદ્ધના ધોરણે આ પાઇપલાઇનના વાલ્વનું સમારકામ ચાલી રહ્યું છે. જીડબ્લ્યુઆઈએલના અધિકારીઓના જણાવ્યા મુજબ અગાઉ જ્યારે વાલ્વ તોડવામાં આવ્યો હતો. ત્યારે પોલીસ તંત્રને જાણ કરવામાં આવી હતી. તેઓ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા ફરી અસામાજિક તત્વોએ પોતાના લખણ ઝળકાવ્યા છે. આ અસામાજિક તત્વો સામે તાકીદે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ છે.

- text