પ્રસુતિ પહેલા અને પછી શુ કાળજી રાખવી ? મોરબીમાં સેમિનાર

- text


મોરબી : ગર્ભ સંસ્કારથી લઈ પ્રસુતિ, સ્તનપાન અને પ્રસુતિ બાદ શુ કાળજી લેવી જોઈએ તે અંગે લોકજાગૃતિ લાવવા મોરબીના તબીબો દ્વારા આગામી ૧૨ અને ૧૯ ઓગષ્ટના રોજ વિનામુલ્યે સેમિનાર યોજવામાં આવ્યો છે.

મોરબી ગાયનેક સોસાયટી તેમજ પીડિયાટ્રિક એસોસિએશન દ્વારા આગામી ૧૨ અને ૧૯ ઓગષ્ટને રવિવારના રોજ ગર્ભસંસ્કાર, પ્રસુતિ પહેલાની કાળજી, સ્તનપાન, અને પ્રસૂતિ બાદ કઈ કઈ કાળજી રાખવી તે વિષયને લઈ સેમિનાર યોજવામાં આવ્યો છે.

- text

આ સેમિનારમાં મહિલા પેશન્ટ, તેમના પતિ, આશાવર્કર, ફિમેલ હેલ્થ વર્કરને ખાસ કરીને પ્રસુતિ પહેલા અને બાદમાં લેવી જોઈતી કાળજી અંગે ખાસ જાગૃત કરવામાં આવશે જેથી આ સેમિનારનો વધુમાં વધુ લોકોને લાભ લેવા જણાવાયું છે.

વધુમાં આ સેમિનાર વિનામૂલ્યે છે, સેમિનારમાં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન ફરજીયાત છે જેથી સેમિનારમાં ભાગ લેવા ઇચ્છતા લોકોએ ડો.દર્શની કડીવાર, મો.૯૭૧૨૦ ૮૬૧૩૭, માસુમ હોસ્પિટલ, ફો.૦૨૮૨૨-૨૨૩૨૪૨ અથવા રજાકભાઈ કડીવાર, મો. ૯૭૨૩૫ ૧૬૬૮૨ ઉપર સંપર્ક સાધવા જણાવાયું છે.

Pregnant woman stylized silhouette, mother care icon. Vector illustration

- text