વાંકાનેરના બોકડથંભા ગામે જુગાર રમતા ૭ પકડાયા

- text


વાંકાનેર  પોલીસે રૂ. ૨૦,૫૪૦ની રોકડ જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી

વાંકાનેર : વાંકાનેરના બોકડથંભા ગામે જાહેરમાં જુગાર રમતા ૭ શખ્સોને પોલીસે પકડી પાડી રૂ. ૨૦,૫૪૦ની રોકડ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

વાંકાનેર તાલુકાના બોકડથંભા ગામે હનુમાનજીના મંદીર પાસે જાહેરમાં જુગાર રમતા પ્રેમજીભાઇ જીવણભાઇ સરાવાડીચા, અવચરભાઇ નાનજીભાઇ સરાવાડીચા, રમેશભાઇ નાનજીભાઇ ગાંગડીયા, કુકાભાઇ ધોધાભાઇ સરાવાડીચા, મનસુખભાઇ ભોપાભાઇ સરાવાડીચા, અજયભાઇ જેમાભાઇ સરાવાડીચા અને મુકેશભાઇ વિનોદભાઇ કુણપરાને પોલીસે ઝડપી પાડ્યા હતા.

વાંકાનેર  પોલીસે સાતેય શખ્સોની અટકાયત કરી રોકડ રૂ. ૨૦,૫૪૦ જપ્ત કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text