મોરબીમાં જાગરણની રાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત , ૧૫૫ જવાનો રહેશે ખડેપગે

- text


યુવતીઓની સુરક્ષાને ધ્યાને લઈને પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ હાથ ધરાશે
મોરબી : મોરબીમાં આવતીકાલે જાગરણની રાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. યુવતીઓની સુરક્ષાને ધ્યાને લઈને પોલીસ દ્વારા ૧૫૫ જવાનોને ખડેપગે રાખવામાં આવશે.

આવતીકાલે રવિવારે જયા પાર્વતીનું જાગરણ છે. ત્યારે યુવતીઓની સુરક્ષાને ધ્યાને લઈને પોલીસ દ્વારા શહેરમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પોલીસ દ્વારા શહેરના તમામ વિસ્તારોનું સઘન પેટ્રોલિંગ કરવામાં આવશે. એ ડિવિઝન પોલીસ દ્વારા ૧૦૫ જવાનો તેમજ બી ડિવિઝન પોલીસ દ્વારા ૫૦ જવાનોને તૈનાત રાખવામાં આવશે.

- text

એ ડિવિઝન પોલીસના પીઆઇ ચૌધરીએ જણાવ્યું હતું કે જાગરણની રાત્રે ૩૫ પોલીસ, ૫૦ જીઆરડી,૨૦ હોમગાર્ડ મળી કુલ ૧૦૫ જવાનો બંદોબસ્તમાં ગોઠવવામાં આવ્યા છે. ઉપરાંત મહિલા પીઆઇ અને પીએસઆઈ પણ પેટ્રોલિંગમાં રહેશે. બી ડિવિઝનના પીઆઇ ઝાલાએ જણાવ્યું કે
૩૦ જીઆરડી અને ૨૦ જેટલા પોલીસ મળી કુલ ૫૦ જેટલો સ્ટાફ બંદોબસ્તમાં રહેશે.

ફાઈલ ફોટો 

- text