માળિયામાં મુસ્લિમ એકતા મંચના હોદેદારોની વરણી

- text


પ્રમુખ તરીકે પાયક હુશેનભાઈ અને ઉપપ્રમુખ તરીકે સીદી બીલાલભાઇ નિમાયા

માળીયા : માળીયા મુસ્લિમ એકતા મંચના હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે. મુસ્લિમ સમાજના યુવાનો વ્યસનથી દૂર રહી આગળ વધતા રહે તે માટે કાર્યરત ગુજરાત મુસ્લિમ એકતા મંચ દ્વારા આ નિયુક્તિ કરવામાં આવી છે.

ગુજરાત મુસ્લિમ એકતા મંચના અધ્યક્ષ ઇમ્તિયાઝભાઇ પઠાણ દ્વારા માળિયા શહેરમાં નવયુવાનોની ટીમની નિમણૂંક આપવામાં આવી હતી. ગુજરાત માં મુસ્લિમ સમાજનુ યુવાઘન વ્યસન અને અસામાજિક પ્રવૃત્તિઓ થી દુર રહે, અન્ય સમાજો સાથે મુસ્લિમ સમાજનો વિગ્રહ ન રહે , મુસ્લિમ સમાજ ને આર્થિક, આરોગ્ય, શીક્ષણ અંગેની મુશ્કેલીઓમાંથી બહાર આવવા મુસ્લિમ એકતા મંચ દ્વારા એક બનો નેક બનો ના નારા સાથે યુવાધનને સાચી દિશામાં કામ કરી દરેક સમાજ ને ઉપયોગી બનીએ તેવા નેક વિચારો સાથે માળિયા મુસ્લિમ એકતામંચ માં યુવાનોને પ્રદેશ ઉપાધ્યક્ષ કાસમ સુમરાની અધ્યક્ષતામાં નિમણૂંક આપવામાં આવી હતી.

- text

માળિયા મીયાણા મુસ્લિમ એકતા મંચના પ્રમુખ તરીકે પાયક હુશેનભાઈ અનવર ભાઇ, ઉપપ્રમુખ તરીકે સીદી બીલાલભાઇ ફકીરમામદભાઇ (રિટાયર્ડ ના.મામલતદાર), સામતાણી નિઝામભાઇ સાઉદિનભાઇ (મીઠા -ઉધોગ) , ઝામ અબ્બાસઅલી અબ્દુલ ભાઇ, પારેડી રસુલભાઇ હુશેનભાઈ (૧૦૮ પાયલોટ) આરબ બીલાલભાઇ હુશેનભાઈ, મૌવર અનવર આદમભાઇ , જેડા ઇનુશભાઇ નુર મામદભાઇ, માલાણી ફિરોઝભાઇ હુશેનભાઈ, ઝામ અબ્બાસ ભાઇ અબુભાઇ,જેડા મદરુબીનભાઇ ગુલામભાઇ, કટીયા હુશેનભાઈ મોહમદભાઇની નિમણૂક કરવામાં આવી છે.

- text