મોરબીમા દેશી તમંચા સાથે પરપ્રાંતીય શખ્સ ઝડપાયો

- text


મોરબી : મોરબીની વીસી હાઈસ્કૂલના પાછળના વિસ્તારમાંથી દેશી તમંચા સાથે પોલીસે પરપ્રાંતીય શખ્સને ઝડપી પાડ્યો હતો. આ શખ્સ સામે એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીની વીસી હાઈસ્કૂલના પાછળના વિસ્તારમાં બજરંગ અખાડા પાસે રીક્ષા સ્ટેન્ડ નજીકથી એ ડિવિઝન પોલીસે ભગતસિંગ ઉર્ફે રાહુલ પ્રતાપભાનું નિશાદ ઉ.વ. ૨૦ રહે. હાલ સોના ફિલ્ડ કારખાનાની ઓરડીમાં, જુના ઘૂંટુ રોડ પર, મૂળ. ઉત્તરપ્રદેશ વાળાને દેશી તમંચો કિંમત રૂ.૧૦૦૦૦ સાથે પકડી પાડયો હતો. એ ડિવિઝન પોલીસે પરપ્રાંતીય શખ્સ સામે ફરિયાદ નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

 

- text