મકનસર ગામને હરિયાળું બનાવવાના સંકલ્પ સાથે ૫૫૦ વૃક્ષોનું વાવેતર અને તેની સારસંભાળ

- text


પ્રકૃતિપ્રેમીઓએ ગ્રીન વિલેજ અભિયાન છેડયું : માત્ર વૃક્ષોનું વાવેતર જ નહીં પરંતુ જતનની વ્યવસ્થા પણ ગોઠવી

મોરબી : મકનસર ગામને હરિયાળું બનાવવાના સંકલ્પ સાથે ગામના પ્રકૃતિપ્રેમીઓએ ગ્રીન વિલેજ અભિયાન છેડયું છે. જેમાં ૨ વર્ષ દરમિયાન ૫૫૦ થી વધુ વૃક્ષો વાવી અને તેની સારસંભાળ પણ કરવામાં આવી રહી છે.

મોરબી જિલ્લાના મકનસર ગામ પંચાયતના સભ્ય અમૃતલાલ પ્રજાપતિ,સરપંચ માવજીભાઈ દારોદ્રા, મનુભાઈ પટેલ તેમજ ગામના યુવા મિત્રો છેલ્લા ૨ વર્ષ થી મકનસર ગામને હરિયાળું બનાવા સતત પ્રયત્નશીલ છે.

- text

ગ્રીન વિલેજ અભિયાનની શરૂઆત ૨૫૦ વૃક્ષના વાવેતરથી કરી આ વર્ષે ગામમાં વધુ ૩૦૦ જેટલા વૃક્ષોને આયોજનબદ્ધ વાવવામાં આવ્યા છે. એટલું જ નહી વાવેતર કરવામાં આવેલા વૃક્ષોના જતન માટે પાણીના ટેન્કર અને સ્ટાફની વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવી છે.

મોરબી જિલ્લો વધતા ઉદ્યોગના લીધે થતા પ્રદુસણથી ઝઝુમી રહ્યું છે ત્યારે મકનસર ગામના મિત્રો વૃક્ષ થકી જન આરોગ્ય સુધારવા ઝઝુમી રહ્યા છે,આવતા સમય માં વધુને વધુ વૃક્ષવાવી ગામ ને પૂર્ણ સ્વચ્છ અને હરિયાળું બનાવાની નેમ સાથે આ ટીમ આગળ વધી રહી છે.

- text