મોરબીમાં ટ્રાફિક અવેરનેસને લગતા ચિત્રો દોરીને લોકજાગૃતિ લાવવાનો સરાહનીય પ્રયાસ

- text


વાહનચાલકો ટ્રાફિક નિયમોનો અમલ કરી સુરક્ષિત રહે તે માટેની જાગૃતિ ફેલાવવા ટ્રાફિક બ્રાન્ચે નૂતન અભિગમ અપનાવ્યો

મોરબી : મોરબી ટ્રાફીક પોલીસ બ્રાન્ચ દ્વારા શહેરના માર્ગો પર ટ્રાફીક અવેરનેસ આનુસંગિક ચિત્રો દોરી ટ્રાફિક નિયમોના ઉલ્લંઘનને કારણે થતા અકસ્માતો અને તેના પરિવારો પર થતી અસરોને ચિત્રોમા કંડારવામાં આવી છે. જાહેર જનતાની સુરક્ષાને ધ્યાને લઈને ટ્રાફિક પોલીસ બ્રાન્ચ દ્વારા અપનાવામાં આવેલ નૂતન અભિગમ સરાહનિય હોવાનું શહેરીજનો જણાવી રહ્યા છે.

મોરબીમાં ટ્રાફિક સમસ્યા દિન પ્રતિદિન વધતી જઇ રહી છે. ત્યારે શહેરીજનો ટ્રાફિક નિયમોનું પાલન ન કરીને ટ્રાફિકની સમસ્યાને વધુ ઘેરી બનાવતા જઇ રહ્યા છે. ઉપરાંત ટ્રાફિક નિયમોનું પાલન ન કરીને લોકો પોતાનું જીવન જોખમમાં મૂકે છે. લોકો ટ્રાફિક નિયમોનું સ્વેચ્છાએ કડક પાલન કરતા થાય તેવા હેતુથી ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફીક અવેરનેસ આનુસંગિક ચિત્રો દોરી લોકજાગૃતિ લાવવાનો સરાહનીય પ્રયાસ કરવામાં આવ્યો છે.

- text

આ બાબતે ટ્રાફીક પીએસઆઈ પ્રદિપસિહ જાડેજા સાથે આ બાબતે પુછતા તેઓ એ જણાવ્યુ હતુ કે લોકો પોતાના વાહનની ઝડપ દરમ્યાન પરિવારનુ નથી વિચારતા તેમજ આડેધડ વાહન પાર્કીંગ,રોંગ સાઈડમા વાહનો ચલાવવા,વાહન ચાલતી વખતે ફોન પર વાત કરવી આવા ટ્રાફીક નિયમોનો ભંગ એ સામાન્ય વાત બની ગઈ છે પરંતુ આ સામાન્ય વાત તેના પરિવાર ને ભોગવવી પડેએ પ્રજા વિચારતી નથી જેથી આ ચિત્રોથી લોકો મા જાગૃતતા આવે એ માટે ટ્રાફીક પોલીસ દ્વારા એક પ્રયાસ કરવામા આવ્યો છે અને આગામી સમયમાં પ્રજા પણ પોલીસને ટ્રાફીક નિયમો જાળવી સહકાર આપે તેવી અપીલ કરી હતી.

- text