ટંકારામાં પ્રોપર્ટી કાર્ડની કામગીરીમાં લોલમલોલ : અધિકારીઓનું ભેદી મૌન

- text


માપણી બાદ મિલ્કત ધારકોને નોટિસ પણ ન અપાઈ : કોન્ટ્રાકટ કંપની દ્વારા અપાયેલ ટોલ ફ્રી નંબર ફરજી : કાર્યવાહીની માંગ

ટંકારા : ટંકારા શહેરમાં ચાલતી પ્રોપટી કાર્ડની કામગીરીમાં લોલમલોમ થતુ હોવાની ફરિયાદો ઉઠી છે.માપણી બાદ મિલકત માલિકોને નોટિસ પણ મળી નથી અને અરજદારને ખંખેરવા માટે એજન્સી બહાર થી ફોમ મંગાવતા હોવાનું સામે આવ્યું છે. આ મામલે અધિકારીઓનું ભેદી મૌન જોવા મળી રહ્યું છે. ઉપરાંત ફરિયાદ માટે અપાયેલા ટોલ ફ્રી નંબર પણ ફરજી છે. ત્યારે આ અંગે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

સેટલમેન્ટ કમિશનર અને જમીન રેકોર્ડ નિયામક ગુજરાત રાજ્ય દ્વારા ગામતળ માપણી અને પ્રોપર્ટી કાર્ડ વિતરણ યોજનાની કામગીરી વાપ્કોસ લિમિટેડ નામની કંપનીને સોંપવામાં આવી છે. ટંકારા શહેરની માપણી કરી અને ડોક્યુમેન્ટ એકત્રિત કરવાની કામગીરી હાલ ચાલુ કરી હોય, આ કામગીરી ઉપર અનેક સવાલો ઉભા થયા છે જેમાં કંપની દ્વારા કામમાં લોલમલોલ થતી હોવાની ફરિયાદો પણ ઉઠવા પામી છે જ્યારે મિલકત માલિકોને પણ આ અંગે પૂરતી માહિતી ન હોવાથી ભારે પરેશાની ભોગવી રહ્યા છે તો કંપનીના કામ કરતા માણસો બહાર ના રાજ્ય ના હોય સ્થાનિક ભાષાથી પણ અજાણ હોવાથી ગામમાં તેની સાથે વાત કરવામાં અને માહિતી લેવામાં કે આપવામાં પણ ભારે મુશ્કેલી પડી રહી છે.

- text

થોડા મહિના પહેલા ટંકારા શહેરમા માપણી કર્યા બાદ નિયત નમૂના નંબર ૨ ઘરે ઘરે પહોંચાડવાની જગ્યાએ હજી સુધી ધણા મિલકત માલિકોને પહોચ પહોંચી નથી જ્યારે નિયત નમુના ૩ એજન્સીને આપવાનો હોવા છતાં અરજદારને ખંખેરવા માટે બહારથી લાવવા ફરજ પાડતા હોવાનું સામે આવ્યું છે. તદ્ઉપરાંત માહિતી એકત્રિત કરી લીધા બાદ મિલકત ધારકોને કોઈ પહોંચ કે પાવતી પણ આપવામાં આવતી ન હોય તેથી શંકા જાગે છે આ સમગ્ર મામલે જિલ્લાના ડી. એલ. આર. આઈ. અધિકારી આંખ આડા કાન કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે. તેઓને સમગ્ર મામલે એક અઠવાડિયા પહેલા ટેલીફોન માહિતી આપવા છતાં કોન્ટ્રાક્ટર પાસે કામ કરાવી શક્યા નથી તો આ કામ માટે લોકોને જાગૃત કરવા માટે પણ કોઈ પ્રયાસ હાથ ધરાયો નથી જેથી તાત્કાલીક અસરથી ગામ સભાનું આયોજન કરવા પણ લોક માંગ ઉઠી છે

આ મામલે મોરબીના હક્ક ચોક્સી ઇન્કવાયરી ઓફિસર મુકેશ ગોસાઈ સાથે ટેલિફોનિક સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે કંપનીએ મિલકતધારકોને નમૂનો ૩ આપવાનો હોવા છતાં બહારથી મંગાવ્યા હોવાની ફરિયાદો મળ્યા બાદ સૂચના આપી હોવા છતાં તેમનું પાલન ન કરતા હોવાની નોટિસ આપવામાં આવશે અને ત્યાર બાદ ની કામગીરી માટે એક અધિકારી પણ ટંકારા ખાતે મુકવામાં આવશે. આમ તેઓએ જવાબ આપી પોતાનો લુલો બચાવ કર્યો હતો

માપણી અને પ્રોપર્ટી કાર્ડ માટે આ કામનો કોન્ટ્રાક્ટ રાખનાર વાપ્કોસ લિમિટેડ દ્વારા મોટા અક્ષરે જાહેર કરેલ ૭૬૨૪૦૦૧૨૩૬ ઉપર સંપર્ક કરતા અસ્તિત્વમાં ન હોવાની કેસેટ વાગી હતી ત્યારે સવાલ એ ઊભો થાય છે કે શું આવડી મોટી ભૂલ અધિકારીને કેમ દેખાય નહીં અને હવે આ બાબતે શું પગલાં ભરશે તે મોટો સવાલ છે.

 

- text