જિલ્લાની કાયદા અને વ્યવસ્થાની પરિસ્થિતિને ધ્યાને લઈને અધિક કલેક્ટરનું જાહેરનામું

- text


મોરબી : મોરબી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ધ્યાને લઈને અધિક કલેક્ટરે ચારથી વધુ વ્યક્તિઓને એકત્રિત થવા પર તેમજ સભા અને સરઘસ કાઢવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. આ જાહેરનામાના ઉલ્લંઘન સામે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે.

મોરબી જિલ્લા અધિક કલેકટર કેતન જોશીએ કાયદો અને વ્યવસ્થા તથા જાહેરમાં સુલેહ અને શાંતિનો ભંગ ન થાય તે માટે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. જેમાં જુલાઈ માસમાં આવતા કાર્યક્રમો તેમજ રાજકીય પક્ષો દ્વારા થતા આંદોલનાત્મક કાર્યક્રમોને ધ્યાને રાખી ૧ જુલાઈથી ૩૧ જુલાઈ સુધી ચારથી વધુ વ્યક્તિઓને એકત્રિત થવા પર અને સભા, સરઘસ કાઢવા પર પ્રતિબંધ ફરમાવામાં આવ્યો છે.

- text

ઉપરાંત હથિયાર, તલવાર, ભાલા, બંદૂક, લાઠી, શસ્ત્રો, સળગતી મિશાલ, મનુષ્યો, આકૃતિઓ કે પૂતળા દેખાડવા જેનાથી નીતિઓનો ભંગ થાય, ભાષણ કરવાની તથા ચિત્ર પ્લેકાર્ડ, પત્રિકા કે બીજા કોઈ પદાર્થો તેમજ વસ્તુઓ તૈયાર કરવા, બનાવવા કે ફેલાવો કરવા પર પ્રતિબંધ ફરમાવામાં આવ્યો છે.

 

- text