હળવદ : ઉપવાસ પર બેઠેલા ઘનશ્યામપુરના વૃધ્ધને ધારાસભ્યએ કરાવ્યા પારણા

- text


તા.૧૭ના આત્મવિલોપન કરવાની ચિમકીથી તંત્ર આવ્યું હરકતમા : દલિત સમાજના આગેવાનોની હાજરીમાં જમીન મંડળી મામલે થઈ સમજાવટ

હળવદ : હળવદના ઘનશ્યામગઢ ગામના વૃદ્ધ મંડળીની જમીન પર કબજો જમાવનાર માથાભારે શખ્સો સામે કાર્યવાહી કરવાની માંગ સાથે ગત મંગળવારથી ઉપવાસ પર બેઠેલા હતા. ઉપરાંત વૃદ્ધએ તા. ૧૭ના રોજ આત્મવિલોપન કરવાની ચીમકી પણ આપી હતી.ત્યારે આજે ઉપવાસના ત્રીજા દિવસે ધારાસભ્ય અને મામલતદારે યોગ્ય કરવાની ખાત્રી આપી વૃદ્ધને પારણા કરાવ્યા હતા.

હળવદ તાલુકાના ઘનશ્યામપુર ગામની સીમમાં સહકારી ખેતી મંડળીની જમીન પર માથાભારે શખ્સોએ અડીંગો જમાવતા આખરે વૃધ્ધે ન્યાય માટે મુખ્યમંત્રી સમક્ષ લેખિત રજુઆત કરી હતી પરંતુ તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં ન આવતા મંગળવારના રોજ અનસન આંદોલન ત્યારબાદ તા.૧૭ના ૧૧ કલાકે આત્મવિલોપન કરવાની ચિમકી ઉચ્ચારતા તંત્રમાં દોડધામ મચી જવા પામતા આજરોજ અનસન ઉપવાસના ત્રીજા દિવસે હળવદ – ધ્રાંગધ્રાના ધારાસભ્ય સહિત મામલતદારે વૃધ્ધને પારણા કરાવી યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી.

- text

આ બાબતે છગનભાઈ મકવાણાએ મુખ્યમંત્રી, જિલ્લા કલેકટર, જિલ્લા રજીસ્ટ્રાર તેમજ મામલતદારને અનેકવાર લેખિતમાં રજુઆત કરી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી નહીં કરવામાં આવતા નાછુટકે મંગળવાર મામલતદાર કચેરી સામે અનસન પર બેસી ઉપવાસ આંદોલનની શરૂઆત કર્યા બાદ તા.૧૭ના આત્મવિલોપનની કરવાની ચિમકી આપતા તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. જા કે, આ બાબતે તંત્ર હરકતમાં આવતા હળવદ-ધ્રાંગધ્રાના ધારાસભ્ય પરસોતમ સાબરીયા, મામલતદાર વી.કે.સોલંકીએ છગનભાઈ મકવાણાને પારણા કરાવ્યા હતા.

ધારાસભ્ય પરસોતમ સાબરીયાએ જણાવ્યું હતું કે, ઘનશ્યામપુરની જમીન મંડળી મામલે યોગ્ય કાર્યવાહી કરી દલિત સમાજના છગનભાઈ મકવાણાને ન્યાય મળે તેવી ખાતરી આપી હતી. આ તકે દલિત સમાજના અગ્રણી ભલજીભાઈ સોલંકી, અમિતભાઈ ચાવડા, દિનેશભાઈ મકવાણા, ભરતભાઈ પરમાર સહિતનાઓને ઉપવાસ છાવણી પર બેઠેલા છગનભાઈ મકવાણાને સમજાવટ બાદ પારણા કરાવ્યા હતા.

- text