મોરબીના પ્રૌઢના અંગદાનથી બુઝાતાં જીવનદીપ ઝળહળશે

- text


બ્રેઈન સ્ટ્રોક બાદ પ્રૌઢની બે કિડની અને બે આખોનું દાન : પાંચ તબીબોએ નિઃશુલ્ક ઓપરેશન કર્યું

મોરબી : મોરબીના પ્રૌઢને બ્રેઈન સ્ટ્રોક આવ્યા બાદ તેના પરિવારે અંગદાન કરવાનો પ્રેરક નિર્ણય લઈને અન્યને નવજીવન અર્પયું છે. પ્રૌઢની બે કિડની અને બે આંખનું દાન કરવામાં આવ્યું છે. આ અંગો થકી કેટલાક લોકોના બુઝાતાં જીવનદીપને ઝળહળતા કરવામાં આવ્યા છે.

મૂળ લખધીરગઢ અને હાલ મોરબી રહેતા અવચરભાઈ ડાયાભાઈ પટેલ નામના ૫૯ વર્ષના પ્રૌઢને બ્રેઈન સ્ટ્રોક આવતા પ્રાથમિક સારવાર મોરબી કરાવ્યા બાદ રાજકોટની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યા તે કોમામાં જતા રહ્યા હોવાની જાણ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના નીતિનભાઈ ઘાટલિયા, ભાવનાબેન મંડલીને થતા તેઓએ પટેલ પરિવારના સભ્યોને પીડિતના અંગદાન કરી અન્યને જીવન આપવા પ્રોત્સાહિત કર્યા હતા.

- text

અવચરભાઈના એક દીકરી ડો.આશાબેન અને જમાઈ જમાઈ ડો. આકાશ મુંબઈમાં ડોકટર હોય, તેઓ તાબડતોડ રાજકોટ આવી ગયા હતા. તેમણે ઓર્ગન ઓર્ગન ડોનેટમાં સંમતિ આપ્યા બાદ પત્ની ઊર્મિલાબેન અને અન્ય બે પુત્રીઓ ભારતીબેન તથા વાંદનાબેન પણ અંગદાન માટે રાજી થયા હતા.

કોમામા સરી પડેલા પ્રૌઢની બે કિડની અને બે આંખનું દાન કરીને પટેલ પરિવારે અન્યો માટે પ્રોત્સાહક ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ ઓપરેશનમાં ડો.અંકુર વરસાની, ડો.અમિત વસાણી, ડો.મલય ઘોડાસરા, ડો.સંકલ્પ વઝારા અને ડૉ.દિવ્યેશ વિરોજાએ નિઃશુલ્ક કામગીરી કરી હતી.

- text