મોરબીના વૃદ્ધને જમીનમાં રસ્તો કાઢી આપવા જાનથી મારી નાખવા ધમકી

- text


લજાઈ ગામના ત્રણ શખ્સો વિરુદ્ધ ટંકારામાં ફરિયાદ

મોરબી : ટંકારા તાલુકાના લજાઇ ગામની સીમમાં જમીન ખરીદનાર મોરબીના વૃદ્ધને મોબાઈલ ફોન ઉપર ત્રણ શખ્સોએ જમીનમાંથી રસ્તો કાઢી આપવા જાનથી મારી નાખવા ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

- text

જાણવા મળ્યા મુજબ લજાઇની સીમમાં જમીન ખરીદનાર કાનજીભાઇ જીવરાજભાઇ કાનાણી જાતે પટેલ ઉ.વ. ૫૯ ધંધો- નિવૃત રહે. હાલ મોરબી રામેશ્વર એપાર્ટમેન્ટ બ્લોક નંબર-૨૦૧ કેનાલ રોડ રામકો બંગલોઝ ની સામે તા.જી.મોરબી વાળાને આરોપી (૧) વેલજીભાઇ મહાદેવભાઇ કોટડીયા (૨) ચેતનભાઇ તેજાભાઇ કોટડીયા (૩) અમૃતભાઇ લાલજીભાઇ કોટડીયા રહે. લજાઇ તા. ટંકારા વાળાઓએ મોબાઇલ ફોન નંબર ૯૯૭૮૫ ૬૪૨૩૮ પર ધમકી આપી જણાવ્યું હતું કે તમે જમીન લીધી તેમાંથી અમારો રસ્તો કાઢી આપો તેમ કહી ગાળો આપી જાન થી મારી નાખવાની ધમકી આપી હતી તેમજ સાહેદ હસમુખભાઇ બારૈયાની હાજરીમાં પોતાની જમીનમા આટો મારવા જતા આરોપીઓ નં-૨ તથા ૩ નાઓએ હસમુખભાઇ ને ગાળો આપી જાન થી મારી નાખવાની ધમકી આપી ગુન્હો કરવામા એક બીજા ને મદગારી કરી ગુન્હો કરતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

- text