લજાઈ ચોકડી પાસે મોજા બનાવતી ફેકટરીમાં આગ લાગી

- text


બે ફાયર બ્રિગેડ ની ટીમ ધટના સ્થળે : પાણી નો મારો ચલાવી આગ કાબુમાં લેવા પ્રયાસ : શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ : લાખોનુ નુકસાન

ટંકારા : ટંકારા નજીક લજાઈ ચોકડી નજીક આવેલી રિયોન શોકસ નામના કારખાનામાં આજે સવારે આગ ભભૂકી ઉઠી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. હાલ આગ પર પાણી મારો ચલાવી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો ચાલી રહ્યા છે.

બનાવ અંગે મળતી વિગતો મુજબ ટંકારા ના લજાઈ ચોકડી પાસે હડમતીયા રોડ પર આવેલી રિયોન સોક્સ નામના કારખાનામાં આજે વહેલી સવારે શોર્ટ સર્કિટ થવાના કારણે અચાનક આગ ફાટી નીકળી હતી અને જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા મોરબી ફાયરબ્રિગેડ ને જાણ કરી હતી. ફાયર ની બે ટુકડી દ્વારા હાલતો પાણી નો મારો ચલાવી આગ કાબુમાં લેવા પ્રયાસ કરી રહ્યા છે

- text

કારખાના ના માલીક બાબુભાઈ પટેલ સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે ચોકકસ નુકસાનીની ખબર તો આગ કાબુમાં આવ્યા પછી ખબર પડશે પરંતુ ઉપરથી જોતા લાખો નો માલ ખાખ થઈ ગયો દેખાય છે

- text