મોરબીમાં ફેશન શો : પાંચ વર્ષની બાળકીથી લઈ ૪૦ વર્ષની મહિલાઓએ કર્યું કેટવોક

- text


મોરબી : મોરબીના ટાઉનહોલમાં પાંચ વર્ષની બળકીઓથી લઈ ૪૦ વર્ષના મહિલાઓએ કેટવોક કરી અદભુત ફેશનશો નો જલવો તાદ્રશ્ય કર્યો હતો.

ફ્રેન્ડસ કલબ મોરબી દ્વારા આયોજિત આ ફેશનશો માં ૪૦ થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો.

ફ્રેન્ડસ કલબ મોરબી દ્વારા અત્રેના ટાઉનહોલ ખાતે ફ્રેન્ડસ ફેશન શો – ૨૦૧૮ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જુદી – જુદી કેટેગરીમાં પાંચ વર્ષની બાળકીઓથી લઈ, તરુણીઓ, યુવતીઓ અને ચાલીસી વટાવી ચુકેલ મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લઈ અવનવા વસ્ત્રો પરિધાન કરી કેટવોક કર્યું હતું.

- text

સંગીતની સુરાવલીઓ વચ્ચે યોજાયેલ આ ફેશન શો માં ખાસ કેટેગરીમાં ગર્ભવતી મહિલાઓ દ્વારા પણ અલગ અંદાજ માં વસ્ત્રપરિધાન કરી ફેશન શો માં ભાગ લીધો હતો અને કેટવોક ને કારણે ટાઉનહોલમાં અદભુત માહોલ છવાયો હતો.

- text