હળવદના રણછોડનગર ગામેથી દેશી પિસ્તોલ સાથે શખ્સ ઝડપાયો

- text


આરોપી અગાઉ છોટાઉદેપુર જિલ્લામાં પણ ગેરકાયદેસર હથિયારના ગુનામાં ઝડપાઇ ચુક્યો હોવાનું ખુલ્યું
હળવદ : હળવદ તાલુકાના રણછોડનગર ગામેથી એક શખ્સને એસઓજીની ટીમે દેશી પિસ્તોલ સાથે પકડી પાડ્યો હતો. બાદમાં પ્રાથમિક પૂછપરછમાં આ શખ્સ અગાઉ છોટા ઉદેપુર જિલ્લામાં પણ ગેરકાયદેસર હથિયારના ગુનામાં ઝડપાઈ ચુક્યો હોવાનું ખુલ્યું હતું.

પ્રાપ્ત થતી વિગત મુજબ આજ રોજ હળવદ તાલુકાના રણછોડનગર ગામે પ્રાથમિક શાળા નજીક એસઓજીની ટીમે અમરશીભાઈ સોમાભાઈ સારલા ઉ.વ.૩૩, રહે. રણછોડનગર તા.હળવદ વાળાને દેશી પિસ્તોલ કિંમત રૂ.૨૦ હજાર સાથે પકડી પાડ્યો હતો.

- text

બાદમાં પ્રાથમિક પુછપરછમાં આ આરોપી અગાઉ છોટાઉદેપુર જિલ્લામાં પણ ગેરકાયદેસર રીતે હથિયાર રાખવાના ગુનામાં ઝડપાઇ ચુક્યો હોવાનું ખુલ્યું હતું. એસઓજીની ટીમે આરોપી સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો હતો.

na

- text