મોરબીના મચ્છુ ડેમ -૩ માંથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો

- text


પ્રાથમિક તપાસમાં બનાવ આપઘાતનો હોવાનું ખુલ્યુ : યુવાનની ઓળખ મેળવવા તપાસ
મોરબી : મોરબીના મચ્છુ ડેમ-૩ માંથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો છે. આ અંગે તાલુકા પોલીસને જાણ કરતા તેઓએ ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી કરી હતી. હાલ પોલીસે યુવાનની ઓળખ મેળવવા તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના મચ્છુ ડેમ-૩ માંથી અજાણ્યા યુવાનની લાશ મળી આવી હતી. મચ્છુ-૩ સાઈટના આસીસ્ટન્ટ માવજીભાઈ ફુલતરિયાને આ અજાણ્યા યુવાનની લાશ ધ્યાને આવતા તેઓએ તાલુકા પોલીસને જાણ કરી હતી. તાલુકા પોલીસે ઘટના સ્થળે દોડી જઈને લાશનો કબજો મેળવીને તેને પી.એમ. અર્થે હોસ્પિટલે ખસેડી હતી.

- text

પોલીસની પ્રાથમિક તપાસમાં આ બનાવ આપઘાત હોવાનું ખુલ્યું છે. જો કે મૃતકની ઓળખ મળી નથી. જેથી પોલીસે મૃતકની ઓળખ મેળવવા માટે તપાસ હાથ ધરી છે.

- text