મોરબીના નવી પીપળી ગામે પતિએ પત્નીને જાનથી મારી નાખવાની ધમકી આપી

- text


મોરબી : મોરબીના નવા પીપળી ગામે પરણીતાને તેણીના પતિએ જાનથી મારી નાખવા ધમકી આપતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.

ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ નવી પીપળી ગામે રહેતા અમીતાબેનને તેણીના પતિ ગૌતમભાઇ સોમાભાઇ અંબાલીયા રહે.મોરબી વાળાએ અમીતાબેન પોતે ઘરે શાક સુધારતા હતા તે વખતે ઘરે આવીને ગાળો બોલી ડોક પકડી છાતી પર ચડી જઇ જાનથી મારી નાખવાની ધમકી આપતા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

- text

આ મામલે મોરબી તાલુકા પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- text