મોરબીના સામાકાંઠે આજથી રાહતદરે ફિઝિઓથેરાપી સેન્ટરનો શુભારંભ

- text


પંચમુખી હનુમાનજી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નગરજનો માટે વધુ એક સવલત : માત્ર રૂ.૫૦માં ૭૦૦ સ્નાયુઓ અને ૩૬૦ સાંધાઓનો ઈલાજ

મોરબી: મોરબીમાં સામાકાંઠે રોટરી બાલમંદિર ખાતે પંચમુખી હનુમાનજી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આજ શનિવારથી શહેરનું સૌપ્રથમ રાહત દરે ચાલતું ફિઝિયોથેરાપી સેન્ટર શરૂ થવા જઈ રહ્યું છે. જેમાં માનવ શરીરના ૭૦૦ સ્નાયુઓ અને ૩૬૦ સંધાઓનો ઈલાજ માત્ર રૂ. ૫૦ માં કરવામાં આવશે.

મોરબીના નગરજનોને નજીવા દરે ફિઝિઓથેરાપી સારવાર મળી રહે તેવા આશયથી સારું મળી રહે તેવા આશયથી પંચમુખી હનુમાનજી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રોટરી બાલમંદિર ખાતે તા. ૧૯ને શનિવારે સવારે ૯:૩૦ વાગ્યાથી ફિઝિયોથેરાપી સેન્ટર શરૂ કરવામાં આવશે. આ સેન્ટર મોરબીનું એકમાત્ર રાહત દરે ચાલતું ફિઝિયોથેરાપી સેન્ટર બનશે. સેન્ટરમાં ૭૦૦ સ્નાયુઓ અને ૩૬૦ સંધાઓના ઈલાજ માટે માત્ર રૂ. ૫૦ જેવી નજીવી રકમ લેવાશે. આ ફિઝ્યોથેરાપી સેન્ટર અંગે વધુ વિગત જાણવા પ્રહલાદસિંહ ઝાલા – 9825222617 નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

- text

અત્રે ઉલ્લેખનીય છે કે પંચમુખી હનુમાનજી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સામાકાંઠા વિસ્તારમાં નિરાધાર વૃદ્ધોને ટિફિન સેવા પુરી પાડવામાં આવે છે. ઉપરાંત અંતિમયાત્રા માટે પણ મદદ કરવામાં આવે છે. આ સાથે સંસ્થા દ્વારા પંચમુખી મંદિર વેજીટેબલ રોડ પર તથા રોટરી બાલમંદિર ખાતે રાહતદરે હોસ્પિટલો પણ કાર્યરત છે. રોટરી બાલમંદિર ખાતે આજે શનિવારથી શરૂ થવા જઈ રહેલા ફિઝિઓથેરેપી સેન્ટરનો લાભ લેવા નગરજનોને અનુરોધ કરવામાં આવ્યો છે.

પ્રતીકાત્મક તસ્વીર

 

 

- text