મોરબીના ગાળા નજીક સીરામીક ફેકટરીમાં બાળકીનું ટ્રક હડફેટે મોત

- text


મોરબી : મોરબીના ગાળા ગામે આવેલી સીરામીક ફેકટરીમાં સુતેલી શ્રમિક પરિવારની ૯ વર્ષની બાળકી રિવર્સ આવતા ટ્રક હડફેટે આવી જતા બાળકીનુ મોત નીપજ્યું હતું. પોલીસે આ અંગે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના ગાળા ગામે આવેલ બાલાજી સીરામીક ફેકટરીમાં ગોકુલભાઈ સૂર્યવંશી (મૂળ આગર માલવા, મધ્યપ્રદેશ) માટીકામ કરી રહ્યા હતા. તે દરમીયાન સાંજે ૪:૩૦ના અરસામાં તેમની ૯ વર્ષની બાળકી મુસ્કાન બાજુમાં સૂતી હતી. ત્યારે રિવર્સ આવતા ટ્રક જીજે ૪એક્સ ૬૯૭૧ બાળકી પર ફરી વળ્યું હતું. જેથી બાળકીનું મોત નીપજ્યું હતું. પોલીસે આ બનાવ અંગેની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text

 

- text