મોરબી : રેસ્ટોરન્ટમાં ગેસ સિલિન્ડર સળગતા થોડીવાર નાસભાગ મચી

- text


મોરબી : મોરબીના જુના સ્ટેન્ડ પાસે સરદાર રોડ પર આવેલા ખોડિયાર રેસ્ટોરન્ટમાં ગેસ સિલિન્ડરમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો હતો. જેના કારણે થોડીવાર નાસભાગ મચી ગઈ હતી. જોકે ફાયરબ્રિગેડે ત્વરિત ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવીને આગ બુઝાવી હતી.

- text

મોરબીના સરદાર નગર રોડ પર પારેખ શોપિંગ સેન્ટરમાં આવેલા ખોડિયાર રેસ્ટોરન્ટમાં રહેલા ગેસ સિલિન્ડર આજે આગ લાગી હતી. આ આગ સિલિન્ડર લીક થવાના કારણે લાગી હતી. બનાવ અંગે ફાયરબ્રિગેડને જાણ કરાતા તેઓની ટિમ ઘટના સ્થળે દોડી આવી હતી. બાદમાં ફાયર ફાયટરોએ પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવી લીધો હતો. અંતે આગ બુઝાઈ જતા આસપાસના દુકાન ધારકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

 

- text