મોરબીના ડેપ્યુટી કલેકટર ગણાત્રા અને નાયબ ચૂંટણી અધિકારી ચૌધરીની બદલી

- text


રાજ્ય સરકારે GAS કેડરના ૨૮ અધિકારીઓની બદલી કરી

મોરબી : રાજ્યના સામાન્ય વહીવટ વિભાગે આજે સાંજે ૨૮ GAS કેડરના અધિકારીઓની બદલી કરવા હુકમ કર્યો છે જેમાં મોરબીના ડેપ્યુટી કલેકટર ચેતન ગણાત્રા અને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીની બદલી કરવા હુકમ કરાયો છે.

પ્રાપ્ત વિગતો મુજબ રાજ્ય સરકારે આજે મોડી સાંજે કરેલા બદલી હુકમ અન્વયે મોરબીના ડેપ્યુટી કલેકટર – ૨ ચેતન ગણાત્રાને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ડેપ્યુટી કમિશનર તરીકે મુકવામાં આવ્યા છે જ્યારે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એન.એફ.ચૌધરીની દાહોદ ખાતે બદલી કરવામાં આવી છે.

- text

- text