મોરબી: પ્રધાનમંત્રી મેળા માં સરકારી યોજનાઓની સહાયની સરવાણી વહી

- text


અધિકારી અને પદાધિકારીઓની ઉપસ્થિતિમાં ૭૦ લાભાર્થીઓને સહાય અપાઈ

મોરબી: મોરબી પાલિકાના ટાઉન હોલમાં ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત પ્રધાનમંત્રી મેલા યોજાયો હતો.જેમાં સરકારી યોજનાઓની સહાયની સરવાણી વહી હતી. કાર્યક્રમમાં સાંસદ વિનોદ ચાવડા, કલેક્ટર માકડીયા, ડીડીઓ એસ.એમ. ખટાણા સહિતના અધિકારીઓ તેમજ પદાધિકારીઓની ઉપસ્થિતિ રહી હતી.

ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત પ્રધાનમંત્રી મેલાના સ્ટેજ પરથી ૭૦ થી વધુ લાભાર્થીઓને જુદી-જુદી સહાય આપવામાં આવી હતી જેમાં રીવોલ્વીંગ ફંડ ચેક ,ઓટો રીક્ષા ,ઓટો રીક્ષા લોન, બ્યુટીપાર્લર લોન, સિવણકામ લોન તેમજ પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા. સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત મોરબી જિલ્લાની ૪ પ્રાથમિક શાળાઓના વધારાના ૧૯ વર્ગખંડો મંજૂર કરવામાં આવ્યા હતા.૧૨ લાભાર્થીઓને પ્રધાનમંત્રી આવાસ યોજનાના વર્ક ઓડર ,૫ લોકોને પ્રધાનમંત્રી આવાસ યોજના મકાનોની ચાવી, ૫ લોકોને સર્વશ્રેષ્ઠ આવાસ માટેના એવોર્ડ આપવામાં આવ્યા હતા.

- text

આ ઉપરાંત પ્રધાનમંત્રી મેલામાં ૫ લાભાર્થીઓને મા અમૃતમ કાર્ડ ,૫ દિવ્યાંગોને કાર્ડ વિતરણ, ૩ વિકલાંગોને વિકલાંગ સાધન સહાય,૫ શ્રમિકોને શ્રમિક ઓળખ કાર્ડ અને ૨ યુગલો ને ડો.સવિતાબેન આંબેડકર અધરજ્ઞાતિય લગ્ન સહાય ચેક અર્પણ કરવામાં આવ્યા હતા.

- text