મોરબીના વિકાસ વિદ્યાલયમાં આશ્રિત દીકરીને ધામધૂમથી સાસરે વળાવાઈ

- text


સંસ્થાએ દાતાઓના સહયોગથી દીકરીના ધામધૂમથી લગ્ન યોજી તમામ કોડ પુરા કર્યા

મોરબી: મોરબીના વિકાસ વિદ્યાલયમાં આશ્રય મેળવી રહેલી દીકરીના દાતાઓના સહયોગ થી ધામધૂમથી લગ્ન કરાવવામાં આવ્યા હતા. આર્યવિધિ થી લગ્નગ્રંથિએ જોડાઈને આ દીકરીએ હરખભેર પ્રભુતામાં પગલાં માંડ્યા હતા.

મોરબીના શોભેશ્વર રોડ પર આવેલા વિકાસ વિદ્યાલયમાં છેલ્લા બે વર્ષથી આશ્રય લેતી ૨૨ વર્ષીય દીકરી આશાબેન પ્રમોદભાઈ બગડાનો ધામધૂમથી લગ્ન સમારોહ યોજવામાં આવ્યો હતો. વિકાસ વિદ્યાલયના મેનેજર ભરતભાઇ નિમાવતે આ દીકરીના લગ્ન સાદાઈ થી કરવાને બદલે તેના શમણાં સાકાર કરવા માટે ધામધૂમથી લગ્ન કરવાનું આયોજન કર્યું હતું. ટંકારના આર્યસમાજ ખાતે આશાબેનના લગ્ન મોરબી સીરામીકમાં નોકરી કરતા અને તાલાલા ના વતની ૨૬ વર્ષીય ગીરીશભાઈ રણછોડભાઈ શીંગાળા સાથે આર્યવિધિથી કરવામા આવ્યા હતા.

- text

સંસ્થાના મેનેજર ભરતભાઈ નિમાવતે દાતાઓના સહયોગથી સંસ્થાની દીકરીના તમામ કોડ પુરા કરી તેમજ અઢળક કરિયાવર હસીખુશીથી દીકરીને સાસરે વળાવી હતી. ભરતભાઇના પુત્ર નિનાદભાઈએ આ દીકરીનું કન્યાદાન કર્યું હતું. આ અંગે આશાબેને જણાવ્યું કે અન્ય કોઈના લગ્ન કરતા મારા વિશેષ રીતે યાદગાર બનાવીને લગ્ન કરાવવામાં આવ્યા તેની મને ખુશી છે. આ સંસ્થાએ મને ક્યારેય માતા પિતાની ખોટ સણવા દીધી નથી.

- text