મોરબીના ગાળા ગામે મહિલા દૂધ મંડળીનો શુભારંભ

- text


સાંસદ ચાવડા તેમજ કુંડારીયાની પ્રેરક ઉપસ્થિતિ

મોરબી: મોરબીના ગાળા ગામે મહિલા દૂધ મંડળીનો શુભારંભ કરવામાં આવ્યો છે. અનેક મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગાળા મહિલા દૂધ મંડળીનો ઉદઘાટન સમારોહ યોજવામાં આવ્યો હતો.

મોરબી તાલુકાના ગાળા ગામે પશુપાલકોને દૂધના પોષણક્ષમ ભાવ મળી રહે તેમજ તેઓનું દૂધ ઘર આંગણે જ વેચાઈ જાય તે હેતુથી ગાળા મહિલા દૂધ મંડળીનો શુભારંભ કરવામાં આવ્યો છે. જેના ઉદ્દઘાટન પ્રસંગે સાંસદ વિનોદભાઈ ચાવડા અને મોહનભાઇ કુંડારીયા તેમજ મોરબી જિલ્લા મહિલા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી.ના મેનેજિંગ ડિરેક્ટર ડો. પ્રાણજીવનભાઈ કુંડારીયા, વાઇસ ચેરમેન મગનભાઈ વડાવિયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

- text

- text