મોરબીમાં ફી વધારા મુદ્દે કોંગ્રેસ ને શિક્ષણ મંત્રીના પૂતળા દહન ન કરવા દેવાયું

- text


મોરબી: મોરબી જિલ્લા યુવા કોંગ્રેસ દ્વારા આજે સવારે ફી મુદ્દે નહેરુગેટ ચોકમાં શિક્ષણમંત્રીના પૂતળા દહનનો કાર્યક્રમ યોજવા જાહેરાત કરતા પોલીસ હરકતમાં આવી ગઈ હતી અને પૂતળા દહન પૂર્વે જ પૂતળું કબ્જે કરી પૂતળા દહન કરવા દેવામાં આવ્યું ન હતું.

જાણવા મળતી માહિતી મુજબ હાલ ખાનગી શાળાઓ દ્વારા ફી ના નામે મોટી રકમો લઈને લૂંટ ચલાવવામાં આવી રહી છે. ત્યારે આ અંગે કોઈ નક્કર પગલાં લેવામાં ન આવતા મોરબી જિલ્લા યુવા કોંગ્રેસ દ્વારા આજે નહેરુગેટ ચોકમાં શિક્ષણમંત્રીના પૂતળા દહનનો કાર્યક્રમ યોજવા જાહેરાત કરી હતી જો કે કોંગ્રેસ અગ્રણીઓ શિક્ષણ મંત્રીના પૂતળાને સળગાવી સરકારની ફી અંગેની નીતિઓ સામે વિરોધ નોંધાવવા જાહેર કરતા જ પોલીસે આ કાર્યક્રમમાં પૂતળાનું દહન ન થાય તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો અને કોંગ્રેસી કાર્યકરોને પૂતળા દહન કરતા અટકાવ્યા હતા.

- text

શિક્ષણ મંત્રીના પૂતળા દહન કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના ચેરમેન કિશોર ચીખલીયાએ, શહેર કોંગ્રેસ પ્રમુખ રાજુભાઇ કાવર, મોરબી જિલ્લા યુવા કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.

- text