હળવદના ભલગામડામાં બે શખ્સોએ કર્યું સગીરાનું અપહરણ

- text


હળવદ : હળવદના ભલગામડા ગામે રહેતા મજૂર પરિવારની સગીર વયની પુત્રીનું બે શખ્સોએ અપહરણ કરી ગયા હોવાની ઘટના સામે આવી છે. સગીરાના પિતાએ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે આગળની તપાસ હાથ ધરી છે.

- text

પ્રાપ્ત થતી વિગત મુજબ હળવદના ભલગામડા ગામે વાડી પાસે રહી ને અને ખેત મજૂરી કરતા પિતા એ ફરિયાદ નોંધાવી હતી કે તેમની ૧૫ વર્ષની પુત્રી નું દિલિપભાઇ હજુરજી ઠાકોર અને હજુરજી દલુજી ઠાકોરે રહે બંને ખીદડીયારી તા સંખેશ્ર્વર જી.પાટણ વાળાઓએ લગ્ન કરવાની લાલચ આપીને બદકામ કરવાના ઇરાદે અપહરણ કર્યું છે.સગીરાના પિતાની ફરિયાદના આધારે પોલીસે બન્ને આરોપીઓ અને સગીરાની શોધખોળ ચલાવી છે.

- text