નિર્દોષ બાળાઓ અને સ્ત્રીઓ પર થતા અત્યાચારના વિરોધમાં આજે વાંકાનેરમાં કેન્ડલ માર્ચ

- text


જસ્ટિસ ફોર આસિફાના બેનર તળે વાંકાનેર ગ્રીનચોકથી રેલી

વાંકાનેર : જમ્મુ કાશ્મીરના કઠુંઆમાં નિર્દોષ બાળકી પર સામુહિક દુષ્કર્મ કેસને લઈ સમગ્ર દેશમાં ઘેરાપ્રત્યાઘાત પડ્યા છે ત્યારે આજે સાંજે વાંકાનેરમાં સ્ત્રીઓ પર થઇ રહેલા અત્યાચારના વિરોધમાં કેન્ડલ માર્ચ યોજવામાં આવી છે.

- text

જસ્ટિસ ફોર આસિફાના બેનર તળે વાંકાનેર ખાતે ગ્રીનચોકમાં આજે સાંજે ૬.૩૦ કલાકે કેન્ડલ માર્ચનું આયોજન કરાયું છે. જમ્મુ કાશ્મીરના કઠુંઆ, ઉત્તરપ્રદેશના ઉનાઓ અને ગુજરાતના સુરત ખાતે બાળાઓ અને સ્ત્રીઓ પર થતા અત્યાચારના વિરુદ્ધમાં આ કેન્ડલ માર્ચ યોજી વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.

- text