મોરબી પાલિકાને માર્ચ માસમાં કારવેરાની રૂ.2.62 કરોડની આવક

- text


મોરબી : મોરબી નગરપાલિકાએ માર્ચ એન્ડિંગ સુધીમાં કરવેરાનો ટાર્ગેટ પૂરો કરવા આકરી વસૂલાત ઝુંબેશ શરૂ કરતા અંતિમ દિવસોમાં પાલિકા માં કરવેરા ભરવા માટે ભારે ધસારો થઇ રહ્યો છે પરિણામે માર્ચ માસમાં પાલિકાને કરવેરાની ૨.૬૨ કરોડની આવક થઇ છે અને વર્ષભર મા કરવેરાની કુલ રૂ. ૮.૪૫ કરોડ આવક થઇ છે.

- text

માર્ચ એન્ડિંગ સુધીમાં કર વેરાની વસૂલાત માટે મોરબી પાલિકા દ્વારા વિશેષ ધ્યાન આપવામાં આવ્યું હતું. છેલ્લા દિવસોમાં પાલિકાતંત્રએ વસૂલાત માટે તનતોડ પ્રયાસો કર્યા હતા શહેરભરમાં કરવેરા ભરવાની અપીલ અને એમ છતાં લોકો ન જાગે તો નોટિસ ફટકારી તથા એથી પણ આગળ મિલકત જપ્તી સુધીના પગલા લીધા હતા. પાલિકા તંત્રએ બાકી વેરાની વસૂલાત માટે એક મિલકત જપ્તીની કાર્યવાહી કરતા બાકીદારોમાં ફફડાટ ફેલાયો હતો તેથી છેલ્લા પંદર દિવસ દરમ્યાન પાલિકા કચેરીએ કરવેરા ભરવા માટે લોકોનો ભારે ઘસારો રહ્યો હતો આથી પાલિકાએ માર્ચમાં ટેક્સ પેટે રૂ.૨.૬૨ કરોડની આવક કરી હતી અને આખા વર્ષમાં કરવેરાની આવક રૂ.૮.૪૫ કરોડ જેવી થઈ હતી.

- text