હળવદના આરતીબા ઝાલાએ માઉન્ટ આબુ ખાતે 21 કિમીની હાફ મેરોથનમાં બીજો નંબર મેળવ્યો

- text


હળવદ : મુળ હળવદના અને હાલમા અમદાવાદમાં અભ્યાસ કરતા આરતીબા અશોકસિંહ ઝાલા ખેલ કુદ મા ખુબ જ કુશળ છે. તેમણે એલ.એસ.સ્પોટઁસ એકેડમી આયોજીત માઉન્ટ આબુમા ૨૧ કી.મી.ની હાફ મેરેથોનમાં ભાગ લીધો હતો. જેમા કુલ ૧૮૯ વિધાથીઁઓએ ભાગ લીધો હતો. તેમા શરુઆત ના ૬ કી.મી રોડ પર દોડ કરી ત્યાર બાદ ૧૫ કી.મી જંગલ તેમજ હીલ વાળી જગ્યાએ દોડ પુરી કરવાની હતી. આ આ હાફ મેરેથોન હળવદના આરતીબા એ ફકત ૨ કલાક અને ૧૩ મીનીટ મા પુરી કરી સમગ્ર રેસમા બીજો નંબર મેળવ્યો હતો. મુળ સૌરાષ્ટ્રની આ દીકરી પોતાના બુલંદ ઈરાદાઓ સાથે દરેક રમત મા પ્રથમ ત્રણમા જ સ્થાન મેળવે છે. તેણી આ રેસ મા 4 વખત લપસી જતા ખીણ મા પડતા પડતા બચી ગઈ હતી. આમ આ દીકરી એ સમગ્ર હળવદ તાલુકા નુ તેમજ સૌરાષ્ટ્રનુ નામ રોશન કર્યુ હતુ. તેને પુરુસ્કાર રુપે ૧૫००० રુપીયા નુ ઈનામ મળ્યુ હતુ.

- text

- text