મોરબીમાં જાહેરમાં કલર ઉડાડવા ઉપર પ્રતિબંધ

- text


ઝઘડા, છેડતીના બનાવો બનતા રોકવા મોરબીની અનેક સોસાયટીઓ દ્વારા થઈ હતી રજુઆત

મોરબી : મોરબી જિલ્લામાં જાહેર રસ્તાઓ ઉપર રંગો કે પાણી ભરેલા ફુગ્ગાઓ સાથે રમવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું જિલ્લા કલેકટરે અમલી બનાવતા આવારા તત્વો પર લગામ કસાઈ છે.

હાલમાં હોળી તથા ધુળેટીના તહેવાર નજીકમાં આવતા હોય કેટલાક લોકો તથા જુવાનીયાઓ અને બાળકો જાહેર રસ્તાઓ ઉપર તથા શેરીઓમાં ગલીઓમાં દોડાદોડી કરી જાહેરમાં ચાલતા ટ્રાફીકને અડચણરૂપ બને છે. જે અટકાવવાનું ખુબ જ જરૂરી છે. જેથી આઈ.કે.પટેલ, જિલ્લા મેજીસ્ટ્રેટ, મોરબી જિલ્લા, મોરબી, સને ૧૯૭૩ ના ફોજદારી કાર્યરીત અધિનિયમની કલમ–૧૪૪થી મળેલ સત્ત્તાની રુએ એક જાહેરનામું પ્રસિદ્ધ કરી મોરબી જિલ્લાના સમગ્ર વિસ્તારમાં તા.૨૮/૦૨/૨૦૧૮ ના કલાક ૦૦–૦૦ થી તા.૦૨/૦૩/૨૦૧૮ ના કલાક ૨૪–૦૦ સુધી નીચે દર્શાવ્યા મુજબના કૃત્યો કરવા પર પ્રતિબંધ ફરમાવેલ છે.

- text

કોઈ પણ ઈસમ અથવા ઈસમોએ જાહેર રસ્તાઓ ઉપર કોરા રંગ (પાવડર) અથવા રંગ મિશ્રિત પાણી ભરેલા ફુગ્ગા જેવી વસ્તુઓ અથવા તેવા કોઈ પણ પ્રકારના પ્રવાહીઓ રાહદારીઓ કે વાહન ચાલકો ઉપર કે વાહનો ઉપર ફેંકવા નહી અને તે માટેના સાધનો લઈ જાહેર રસ્તાઓ ઉપર દોડવું નહી, પોતાના હાથમાં રાખવા નહી કે જાહેર માર્ગો ઉપર ટ્રાફીકને અડચણ કે અકસ્માત સર્જાય કે કોઈને કે પોતાને ઈજા કે હાની થાય તેવી કોઈપણ પ્રવૃતિ ટ્રાફીકને અડચણ કરી વાહન વ્યવહારના નિયમનમાં અવરોધ કરવો નહી. તેમજ અન્ય કોમની લાગણી દુભાય તેવી રીતનું વર્તન કરવું નહી.

આ જાહેરનામાનો કોઈ પણ ખંડનો ભંગ અથવા ઉલ્લઘન કરનાર ભારતના ફોજદારી કાર્યરીતિ અધિનિયમની કલમ–૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર થશે.

- text