રાજકોટ – મુંબઇ વચ્ચે એરલાઇન્સ કંપનીઓ દ્વારા ઉઘાડી લૂંટ

- text


મોરબી સીરામીક એસોસિએશન દ્વારા ગંભીર મુદ્દે સરકારમાં રાવ : ૪૫ મિનિટની ઉડાનના ૨૦ થી ૨૫ હજાર ભાડા !!

મોરબી : રાજકોટ – મુંબઈ વચ્ચેની હવાઈ યાત્રામાં એરલાઇન્સ કંપનીઓ દ્વારા ઉઘાડી લૂંટ ચલાવવામાં આવતી હોવાનું જણાવી મોરબી સીરામીક એસોસિએશન દ્વારા પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે અને એરલાઇન્સ કંપનીઓ લોકોની મજબૂરીનો ફાયદો ઉઠાવી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સસ્તા હવાઈ ભાડાના સ્વપ્નને તોડી રહ્યા નું જણાવ્યું હતું.

સૌરાષ્ટ્રના હબ ગણાતા સેન્ટર રાજકોટમા એરલાઇન્સ દ્વારા ઉઘાડી લુંટ ચલાવવામા આવે છે .. સૌરાષ્ટ્ર ગુજરાતનું ઔઘોગીક હબ છે ત્યારે વેપાર અર્થે મુંબઈ તેમજ વિદેશમા જવા માટે મુંબઈ એરપોર્ટ કનેકશન માટે મહત્વનો ભાગ છે તેમજ સામાન્ય નાગરિક પણ મેડીકલ તેમજ અન્ય કામ માટે મુંબઈ જવાનુ થતું હોય છે ત્યારે મુંબઈ થી રાજકોટ ફક્ત ૪૫ મીનીટની ફલાઇટ હોવા છતા ઉઘાડી લુંટ ચલાવવા મા આવી રહી છે ત્યારે સરકાર દ્વારા મેક્સીમમ ભાડા નો કાયદો કર્યો હોવા છતા એરલાઇન્સ કંપનીઓ તે કાયદાને ઘોળીને પી ગઈ હોવાનું મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ નિલેશભાઈ જેતપરિયાએ જણાવ્યું હતું.

- text

વધુમાં સોરાષ્ટ્રની જનતા તેમજ નાના મોટા ઉધોગકારોએ એરલાઇન્સ દ્વારા કરવામાં આવતી ઉઘાડી લુંટને સખત શબ્દો મા વખોડી કાઢે તેમજ તંત્ર દ્વારા પણ આ બાબતને ગંભીરતાથી લઇ અને ઘટતું કરવા માટે અપીલ કરતા તેમણે ઉમેર્યું હતું કે રાજકોટ થી મુંબઈ રીટર્ન ૨૦૦૦૦ રૂપિયાથી ૨૫૦૦૦ રૂપિયા ભાડુ છે

આથી સસ્તા ભાડામા લોકો અમદાવાદ કે મુંબઈ થી દુબઇ, ઓમાન અને અખાતી દેશો તેમજ શ્રીલંકા, બેંગકોક, મલેશીયા અને સીંગાપોર જઇને આવી શકે છે ત્યારે આ બાબતને તંત્ર ગંભીરતાથી લઇ અને લોકો ના સુખાકારી માટે અને સૌરાષ્ટ્રના ઔધેગીક વિકાસ માટે યોગ્ય રસ્તો કરી અને એરલાઇન્સ કંપની સામે ધોકો પછાડે તેવી માગણી મોરબી સિરામીક એશોસીએશન દ્વારા કરવામાં આવે છે.

- text