વાંકાનેરના ભોજપરામાં લાઈટ કનેક્શન લેવા મામલે મારામારી

- text


વાંકાનેર : વાંકાનેરના ભોજપરા ગામે પોતાના ઘર પરથી ઇલેક્ટ્રિક વાયર પસાર કરવાની ના પાડનાર મહિલાને માર મારવામાં આવતા પોલિસે સાત શખ્સો વિરુદ્ધ ગુન્હો નોંધ્યો છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હલુબેન અબ્દુલભાઇ ખોરજીયા ઉ.વ ૫૫ ધંધો ઘરકામ રહે.ભોજપરા (મોટા) ના ઘર ઉપરથી ઇલેક્ટ્રિક વાયર પસાર કરવાની ના પાડતા આરોપી (૧) મુમતાઝબેન બાદરખાન પઠાણ (૨) હિનાબેન ઇદ્રીશખાન પઠાણ (૩) દિલશાનબેન ગફારશા (૪) સુફીયાબેન (૫) રૂબીનાબેન રહે.બધા ભોજપરા (૬) સલમાનબેન રાજકોટ વાળી (૭) ઇદરીશભાઇના દીકરાની પત્ની આમીદાબેન રહે.ભોજપરા વાંકાનેર તમામ આરોપીએ ગાળો – ભુંડા બોલી શરીરે ઢીકા પાટુનો માર મારી આરોપી નં.૫-૬ નાઓએ ફરી.ને પાવડાના હાથા વડે માર મારી મુંઢ ઇજા કરી તેમજ સાહેદ નઝમાબેન ને ઢીકા પાટુનો માર મારી મુંઢ ઇજા કરી ફરી.ને જાનથી મારી નાખવાની ધમકી આપી મે.જીલ્લા મેજી.સા ના હથીયાર બંધી જાહેરનામાનો ભંગ કરીગુન્હો કરતા પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

- text

આ મામલે વાંકાનેર તાલુકા પોલીસે ગુન્હો નોંધી આરોપીઓને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.

 

- text