૨૦ લાખની ખંડણીની વસુલાત માટે સિરામિક ઉદ્યોગપતિ ઉપર ફાયરિંગ કરવાની ધમકી

- text


વાંકાનેરના ઉદ્યોગપતિએ ખંડણી વસૂલવા મોરબીના ગઢવી શખ્સે ફાયરિંગ કરવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી

વાંકાનેર : વાંકાનેરના જડેશ્વર નજીક સિરામિક ફેકટરી ધરાવતા અને રાજકોટમાં રહેતા ઉદ્યોગપતિ પાસેથી રૂપિયા ૨૦ લાખની ખંડણી વસૂલવા મોરબીના ગઢવી શખ્સે ફાયરિંગ કરીને જાનથી મારી નાખવાની ગર્ભિત ધમકી મામલે વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધતા ચકચાર જાગી છે.

- text

જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર નજીક જડેશ્વર પાસે જસદણ સિરામિક નામની ફેકટરી ધરાવતા અને રાજકોટ શ્રોફ રોડ પર આદિત્ય પલ્સ બિલ્ડિંગમાં રહેતા પ્રજ્ઞેશભાઈ બેચરભાઈ સુરાણી નામના પટેલ ઉદ્યોગપતિએ વાંકાનેર સીટી પોલીસ મથકમાં મોરબીના ભારૂભા ગઢવી વિરુદ્ધ પોતાને જાનથી મારી નાખવાની રૂબરૂ તેમજ મોબાઈલ ફોન ઉપર ફાયરિંગ કરીને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે. અગ્રણી ઉદ્યોગપતિ પ્રજ્ઞેશભાઈ બેચરભાઈ સુરાણી વાંકાનેર પાટીદાર સમાજ અને વાંકાનેર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ છે. તેમેજ વાંકાનેરની અનેક સેવાકીય અને સામાજિક સંસ્થા સાથે જોડાયેલા છે. ત્યારે ઉદ્યોગ ધંધા માટે સલામત ગણાતા મોરબી જિલ્લામાં અગ્રણી ઉદ્યોગપતિ પાસે ખંડણી માંગી તેમને ધમકાવાની ઘટનાથી ચકચાર જાગી છે. ત્યારે પોલીસ તંત્ર ખંડણી પ્રકરણના મુદ્દે ઊંડાણ પૂર્વકની તપાસ કરી કડક અને દાખલારૂપ કાર્યવાહી કરે તેવી લોકમાંગ પ્રબળ બની છે.

- text