ટંકારા તાલુકામાં હર્ષોલ્લાસ સાથે મકરસંક્રાંતિની ઉજવણી કરાઈ

- text


ટંકારા : ટંકારા તાલુકામા દાન પુણ્ય અને નવરંગી પંતગ ઉડાવી મકરસંક્રાંતિ પર્વ ની ઉજવણી કરી લોકો એ સ્વયંભૂ ચાઈનીઝ તુકલ ન ઉડાવી મોટી દુર્ઘટના ન સર્જાય તે માટે પ્રયત્ન કર્યો. સવારથી જ આકાશે રંગબેરંગી વાધા ધારણ કર્યા હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. તેમજ પંતગ રશિયા એ અગાશી પરજ સ્વાદિષ્ટ ભોજનીયા આરોગ્યા.

- text

એ ગઈ… કાઈપો છે..ના ગગનભેદી નારા સાથે ડિજેના તાલે નાચગાન કરી ઉતરાયણ પર્વની ઉજવણી કરવામાં આવી હતી ખાસ કરીને ટંકારામા સવારે પંતગ રશિયા પેચ લગાવી આકાશ ને રંગબેરંગી કરી દીધો હતો તો બપોરે ડિજે ના તાલે ગરબા ધુમી સૌ કોઈને જુમતા કર્યા હતા અને ઢળતી સાંજે છત પર ફટાકડા ની આતસબાજી કરી દીવાળી જેવો માહોલ ઉભો થયો હતો આમ એકજ દિવસે મોજીલા ગુજરાતી એ મન ભરીને આ તહેવાર ની મજા માણી હતી.

ચાઈનીઝ તુકલ ન ઉડાવી અને પંખી ના ઉડવા સમયે તકેદારી રાખી ટંકારા એ અલગ મિશાલ કાયમ કરી હતી. ભાટીયા પરીવાર ને ત્યાં તમામ મહોલાના પંતગબાજો એ બ્રેડ બટેટાં અને ભુગળા ની જયાફત માણી હતી. આમ ટંકારાના લોકોએ હર્ષોલ્લાસ સાથે ઉત્તરાયણનો તહેવાર ઉજવાયો હતો.

- text