મોરબીમાં સુપર સ્પેશ્યાલિસ્ટ ડૉક્ટરોનો વિનામૂલ્યે નિદાન કેમ્પ યોજાયો

- text


લાયન્સ અને લાયોનેસ કલબ મોરબી દ્વારા ઓમ શાંતિ સ્કૂલના સહયોગથી કરાયું આયોજન
મોરબી : ઇન્ડિયન લાયન્સ કલબ તથા લાયોનેસ ક્લબ મોરબી અને ઓમશાન્તિ વિદ્યાલયના ટી.ડી.પટેલના આર્થિક સહયોગથી રવિવારે સુપર સ્પેશ્યાલિસ્ટ ડોક્ટરો દ્વારા ઓમશાંતિ વિદ્યાલય, સરદાર બાગ સામે, શનાળા રોડ મોરબી ખાતે વિનામૂલ્યે કેમ્પનું આયોજન કર્યું હતું જેમાં ૪૧૫ દર્દીઓએ લાભ લીધો હતો.

મોરબી ખાતે યોજાયેલ આ કેમ્પમાં સુપર સ્પેશ્યાલીસ્ટ ડોકટરો સેવા આપી હતી જેમાં સ્ટર્લિંગ હોસ્પિટલ રાજકોટના હાર્ટ સ્પેશ્યાલિસ્ટ સત્યમ પટેલ, હાડકા-મણકાના સર્જન ડો.હેમલ પટેલ અને સુકાલીન મેરજા એડલ્ટ અને પીડીયાટ્રીક ડો.સત્યમ પટેલ, આંખના નિષ્ણાંત ડો. કૃપાબેન પટેલ, દાંતના નિષ્ણાંત ડો. દિપકભાઈ ગામી વગેરે દ્વારા દર્દીઓને તપાસમાં આવ્યા હતા.

- text

આ કેમ્પમાં હાડકાના ૨૦૩ દર્દીઓ, હૃદય રોગના ૧૦૪, આંખના રોગના ૭૧, દાંતના ૩૭ અને કુલ મળી ૪૧૫ દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધો હતો.

કેમ્પ દરમિયાન ઓમ લેબોરેટરી દ્વારા ડાયાબીટીસના દર્દીઓનું ચેકઅપ કરાયું હતું અને કેમ્પના અંતે સેવા આપનાર તબીબોનું સન્માનપત્ર તથા મોમેન્ટો આપી કેમ્પના દાતા ટી.ડી.પટેલ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.

આ કેમ્પના સફળ આયોજન બદલ દાતા દ્વારા ઇન્ડિયન લાયન્સ ક્લબ અને લાયોનેસ કલબ મોરબીને અભિનંદન આપવામાં આવ્યા હતા.

- text