મોરબી જિલ્લાના મદદનીશ ભૂસ્તરશાસ્ત્રીએ સ્વૈચ્છીક નિવૃત્તિ લેતા વિદાયમાન

- text


મોરબી : મોરબી જિલ્લામા ફરજ બજાવતા મદદનીશ ભૂસ્તરશાસ્ત્રી આર.એમ . ગઢવીએ સ્વૈચ્છીક નિવૃત્તિ લેતા સ્ટાફ દ્રારા સાફો પહેરાવીને વિદાયમાન આપવામા આવ્યુ હતુ.

છેલ્લાં એક વર્ષથી મોરબી જીલ્લામાં ફરજ બજાવતા રાજેશભાઈ ગઢવી એ અનેક ખનીજ માફિયાઓ ને ધૂળ ચાટતા કરી દીધાં હતાં. કોઈની શેહ-શરમ રાખ્યા વગર જીલ્લામાં સૌથી વધું ખાણખનીજ નાં કેસો કરી કરોડો રૂપિયાની પેનલ્ટી વસુલી સરકારી તિજોરીને મજબૂત કરી હતી.

- text

ખાણ ખનીજ વિભાગના આર.એમ.ગઢવીએ કચ્છ રાજકોટ, પંચમહાલ, સુરેન્દ્રનગર, પાટણ, ભરૂચ અને મોરબીમાં સેવાઓ આપી છે. લગાતાર ૩૦ વર્ષ સુધી સેવા આપ્યાં બાદ તેમણે અંગત કારણોસર ગત ૨૬ જુલાઈનાં રોજ ઉદ્યોગ અને ખાણખનીજ વિભાગને લેખિત જાણ કરી સ્વૈચ્છીક નિવૃત્તિ ની માંગણી કરી હતી.

સરકારે તેમની માંગણી સ્વીકારી પહેલી જાન્યુઆરીના રોજ તેમને સ્વૈચ્છીક નિવૃત્તિ આપતાં તેમનાં સહકર્મિઓ અને સ્ટાફ દ્રારા આર.એમ. ગઢવીનું સાફો બાંધી વિદાયમાન આપી સારા જીવનની શુભકામનાઓ આપી હતી.

- text